નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે કહ્યું કે મોદી સરકારને માહિતીનો અધિકાર કાયદો પોતાનો એજન્ડા લાગૂ કરવામાં બાધક લાગે છે. તેથી છેલ્લા સંશોધન દ્વારા સરકાર એ નક્કી કરવા માગે છે કે કોઇ પણ સૂચના આયુક્ત સરકારના હસ્તક્ષેપ અને નિર્દેશ બહાર ન રહે. આવું કરીને સરકાર જનતા પ્રત્યે તેની જવાબદારીથી બચવા માગે છે.
સોનિયાએ કહ્યું, “બીજેપી સરકારે આરટીઆઇ કાયદાને નષ્ટ કરવા માટે છેલ્લો પ્રહાર કર્યો છે. કેન્દ્રથી લઇને રાજ્યો સુધીના સૂચના આયુક્તો પર નવા સંશોધનથી ગંભીર અસર પડશે. આ સંશોધન દ્વારા મોદી સરકારને જી-હજૂરી કરનારા અધિકારીઓની નિયૂક્તિનો અધિકાર મળશે. આવા અધિકારી સરકારને ખુશ રાખવા માટે એવા સવાલો ઉઠાવવાની મંજૂરી નહીં આપે જેના જવાબ આપવા સરકાર માટે અઘરા હોય. ”
સોનિયાએ કહ્યું- આરટીઆઇને કમજોર કરવા માટે મોદી સરકારે એ સંશોધનોને મંજૂરી આપી છે જેનાથી સૂચના આયુક્તનું પદ સરકારની દયા પર નિર્ભર થઇ જશે. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન મોટા ભાગના સૂચના આયુક્તોના પદ ખાલી જ રહ્યા છે. મુખ્ય સૂચના આયુક્તનું પદ પણ દસ મહિના સુધી ખાલી રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.