મોદી સરકારમાં ઓછો થયો ભ્રષ્ટાચાર! છેલ્લા 10 વર્ષમાં આટલી ઘટી રિશ્વતખોરી

છેલ્લા એક વર્ષમાં દેશના કેટલાક રાજ્યોમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે. સાથે જ એક વર્ષમાં દેશમાં લાંચના મામલે પણ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશના 20 રાજ્યોમાં કરવામાં આવેલ એક સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે.

દિલ્હીથી લઈ પશ્ચિમ બંગાળ સુધી ઓછું થયું ભ્રષ્ટાચાર:

સર્વેમાં દિલ્હી, હરિયાણા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, કેરળ, ગોવા, ઓડિશાના લોકોનું માનવું છે કે તેમના ત્યાં ભ્રષ્ટાચારના કેસ ઓછા થયા છે. બીજી તરફ રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તામિલનાડુ, ઝારખંડ અને પંજાબમાં ભ્રષ્ટાચારના વધુ કેસો નોંધાયા છે. આ સર્વે ટ્રાન્સપરેન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા(TII) અને લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવ્યો છે. ‘ઇન્ડિયા કરપ્શન સર્વે 2019’માં 248 જિલ્લાઓના 1,90,000 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. સર્વેમાં સામેલ 51 ટકા લોકોએ આ વાતને સ્વીકારી છે કે 12 મહિનાઓમાં તેમને લાંચ આપી છે.

TII દ્વારા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2018માં ભારતની રેંકિંગમાં સુધારો થયો હતો. 180 દેશની યાદીમાં ભારતને 78મું સ્થાન મળ્યું હતું. ત્યારે હવે ભારતની રેંકિંગમાં 3 લેવલનો સુધારો થયો છે. સર્વે મુજબ લાંચ તરીકે હાલ પણ મોટા પ્રમાણે રોકડનો ઉપયોગ થયા છે. સર્વેમાં સામેલ 16 ટકા લોકોએ કહ્યું કે તેમનું કામ લાંચ આપ્યા વગર થયું છે. સર્વે મુજબ સૌથી વધુ ભ્રષ્ટાચાર અને લાંચના મામલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન અને જમીનથી સંકળાયેલ વિભાગ, પોલીસ અને નગર નિગમોમાં જોવા મળ્યા છે. સર્વે મુજબ સરકારી વિભાગોમાં સીસીટીવી અને કમ્પ્યુટરીકરણના કારણે લાંચના મામલામાં ઘટાડો થયો છે. પરંતુ હાલ પણ આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.