આર્થિક સંકટના સમયમાં પસાર થઈ રહેલી ભારતીય અર્થવ્યવસ્થાને વધુ એક ઝટકો લાગ્યો છે. વિત્ત વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિકમાં ભારતના વિકાસ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. હવે જીડીપીનો આંકડો 4.5 ટકા પહોંચી ગયો છે. 6 વર્ષમાં કોઈ ત્રિમાસિકમાં આ સૌથી મોટો ઘટાડો છે.
આ પહેલાં માર્ચ 2013ના ત્રિમાસિકમાં દેશનો જીડીપી સ્તર આ સ્તરે પહોંચ્યો હતો. જણાવી દઈએ કે, 2019-20ના પહેલા ત્રિમાસિકમાં જીડીપીનો દર 5 ટકા હતો. એટલે કે ફક્ત 3 મહિનાની અંદર જ જીડીપી દરમાં 0.5 ટકાનો ઘટાડો થયો છે.
સપ્ટેમ્બરમાં સતત છઠ્ઠા ત્રિમાસિકમાં જીડીપીના આંકડામાં ઘટાડો થયો છે. વિત્ત વર્ષ 2019ના પહેલા ત્રિમાસિકમાં ગ્રોથ રેટ 8 ટકા, બીજા ત્રિમાસિકમાં 7 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 6.6 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.8 ટકા હતો. આ ઉપરાંત વિત્ત વર્ષ 2020ના પહેલા ત્રિમાસિકમાં જીડીપી ઘટીને 5 ટકા આવી ગયો હતો.
સરકારના લેટેસ્ટ આંકડાઓ અનુસાર, કોર સેક્ટરમાં 5.8 ટકાનો ઘટાડો આવ્યો છે. જણાવી દઈએ કે, સેક્ટરનાં 8 પ્રમુખ ઉદ્યોગોમાં કોલસા, ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઈઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઈલેક્ટ્રિસિટી આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.