મોદી સરકારનું મોટું ફરમાન, ભલે નોકરી જતી રહે પૈસા ખાતામાં આવતા રહેશે

આપણે સૌ એ વાતથી સતત ડરતા રહીએ છીએ કે ક્યાંક આપણી નોકરી જતી રહેશે તો આપણો ખર્ચ કેવી રીતે ચાલશે અથવા તો આપણા ભવિષ્યનું શું થશે? જો કે હવે તમારે આ અંગે બહુ ટેન્શન કરવાની જરૂર નથી. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બેરોજગાર થઈ ચુકેલા લોકોના બેન્ક ખાતામાં પૈસા નાંખવાની યોજના બનાવી છે. તો આઓ જાણીએ આ યોજના અંતર્ગત વિસ્તારથી.

ગયા વર્ષે કેન્દ્ર સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ નામથી એક યોજનાને મંજૂરી આપી દીધી છે. જો કોઈ કારણે નોકરી જતી રહે છે તો કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત 24 મહિના સુધી પૈસા આપશે. હાલમાંજ કર્મચારી રાજ્ય વિમા નિગમએ એક ટ્વીટ કરીને આ યોજનાની વિસ્તૃત જાણકારી આપી છે.

ESIC અનુસાર જો કોઈ કારણે તમારી રોજગારી છુટી જાય છે તો તમારે આવકમાં જે નુકસાન થાય છે તે અંગે વધારે વિચારવુ નહી પડે. અચાનક આવી પડેલી આ મુશ્કેલીના સમયે 24 મહિના સુધી માસિક રોકડ રકમ મળશે.

આ યોજનાનો લાભ માત્ર અને માત્ર એવા કર્મચારીઓ ઉઠાવી શકે છે જેઓ ESIC સાથે જોડાયેલા છે. સાથે બે વર્ષથી વધારે એક જગ્યા પર નોકરી કરેલી હોવી જોઈએ. આ સિવાય આધાર અને બેન્ક એકાઉન્ટ ડેટા બેઝ સાથે જોડાયેલ હોવા જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.