મોર્ડના દ્વારા તૈયાર કરાયેલો કોવિડ બૂસ્ટર ડોઝ કોરોનાના નવા સ્વરૂપથી બચવામાં મદદ કરશે. બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં સફળ પરીક્ષણ બાદ આ જાણવા મળ્યં છે. આ પરીક્ષણ એક યૂએસ બાયોટેક ફર્મે આ વર્ષની શરૂઆતમાં કર્યું હતું. ફર્મના કેટલાક પરિણામોના આધારે કહેવાયું છે કે કોરોના વાયરસના હાલના સ્વરૂપને વેક્સીનની મદદથી તોડી શકાય છે.
આ બૂસ્ટર ડોઝનું પરીક્ષણ કરવા માટે 40 લોકોની પસંદગી કરાઈ હતી જેમને 6-8 મબિનામાં મોર્ડનાનની વેક્સીનના 2 ડોઝ લીધા હતા. તેમના ઈમ્યુન દ્વારા બનાવાયેલા એન્ટી બોડીઝનું પણ પરીક્ષણ કરાયું હતું જે વાયરસને બાંધે છે. પરિણામોથી ખ્યાલ આવે છે કે ફક્ત અડધા જ એવા લોકો છે જેમાં 2 વેરિઅન્ટની વિરુદ્ધમાં એન્ટીબોડીઝ છે.
કોરોના બૂસ્ટર ડોઝને તેના નવા સ્વરૂપ પર પ્રભાવી હોવાનો દાવો કરતા મોર્ડનાના સીઈઓ સ્ટીફન બેંસેલ કહે છે કે અમે આ આંકડાથી ખુશ છીએ. તેની સાથે અમને વિશ્વાસ છે કે આ કોરોનાના નવા સ્વરૂપથી બચાવવામાં કારગર સાબિત થશે
એક દિવસમાં દેશમાં કોરોનાથી 3 લાખ 28 હજાર 141 દર્દી સ્વસ્થ થયા છે તો સાથે જ ભારતમાં એક દિવસમાં કોરોનાથી 3 હજાર 920ના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 36 લાખ 44 હજાર 436 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 14 લાખ 85 હજાર 285 થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.