ઉત્તર પ્રદેશ બસપાના પૂર્વ એમએલસી મોહંમદ ઇકબાલ, અને તેમના પરિવાર વિરૂદ્ધના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ 1097 કરોડ રૂપિયાની સાત સુગર મિલો લીધી છે ટાંચમાં

ઉત્તર પ્રદેશ બસપાના પૂર્વ એમએલસી મોહંમદ ઇકબાલ અને તેમના પરિવાર વિરૂદ્ધના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ 1097 કરોડ રૂપિયાની સાત સુગર મિલો ટાંચમાં લીધી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

ED

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મિલોની માલિકી ઇકબાલની છે અને આ મિલો કુશીનગર, બરેલી, દેઓરિયા, હરદોઇ અને બારાબંકી જિલ્લાઓમાં આવેલી છે.

એજન્સીએ જણાવ્યું છે કે વર્ષ 2010-11માં આ મિલો ઇકબાલ અને તેમના પરિવારને ફક્ત 60.28 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી.

આ કંપનીઓ પર ઇકબાલ અને તેના પરિવારનો અંકુશ હતો. આરોપીએ આ મિલો ડમી ડાયરેક્ટરો અને શેર વ્યવહારો ધરાવતી વિવિધ શેલ કંપનીઓ દ્વારા ગેરકાયદે નાણા દ્વારા હસ્તગત કરી હતી. ઇડીના જોઇન્ટ ડાયરેક્ટર(લખનઉ) રાજેશ્વર સિંહના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ ચાલુ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.