દિલ્હીના એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવેલા સંઘ સુપ્રીમો મોહન ભાગવતે હિન્દુત્વ પર ભાર મૂકીને પોતાની વાત કહી હતી. આ સાથે તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે પણ થોડી સલાહ આપી હતી.
મોહન ભાગવતે જણાવ્યું હતું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, હિન્દુત્વ સત્યના સતત અનુસંધાનનું એક નામ છે, આ કામ કરતા કરતા આજે હિન્દુ સમાજ થાકી ગયો છે. ઊંઘી ગયો છે.
કોન્સ્ટિટ્યુશન ક્લબમાં ઐતિહાસિક કાળ ગણના પુસ્તકનું વિમોચન સંઘ સુપ્રીમો મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિમોચન કાર્યક્રમ પૂર્વે માનવ સંસાઘન વિકાસ મંત્રી તથા લોકસભા સભ્ય ડૉ.સત્યપાલસિંહ, સુધાકર તુકારામ શ્રૃંગારે (લાતુરના સાંસદ), પ્રો. રાજકુમાર ભાટીયા (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ) જેવા મોટા પદાધિકારીઓએ પણ આપ્રસંગે પોતાના વિચારોને વાણી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.