મોટાભાગના બધા લોકોને મની પ્લાન્ટ પસંદ હોય છે. કેટલાક લોકો માને છે કે મની પ્લાન્ટને ઘરમાં રાખવો શુભ હોય છે.ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવાથી ઘરની સુંદરતામાં વધારો કરે છે. પરંતુ કેટલીક વાર મની પ્લાન્ટ સુકાઈ જાય છે. આ સ્થિતિમાં મની પ્લાન્ટની સંભાળ રાખવા માટે કેટલીક ટિપ્સ અપનાવી જોઈએ.
મની પ્લાન્ટ એક વેલો છે જેને વધારે કાળજી લેવાની જરૂર નથી.પરંતુ કેટલીકવાર બેદરકારીના કારણે મની પ્લાન્ટ સુકાઈ જાય છે. છોડને લાંબા સમય સુધી તડકામાં રાખવાથી અથવા છોડને યોગ્ય રીતે પાણી ન આપવાથી છોડને નુકસાન થાય છે
મની પ્લાન્ટમાં કેટલું પાણી નાખવું તે તમે મની પ્લાન્ટ ક્યાં ઉગાડો છે. તેના પર નિર્ભર કરે છે. જો તમે માટીના વાસણમાં મની પ્લાન્ટ ઉગાડ્યો હોય તો તમારે તેને ત્યારે જ પાણી આપવું જોઈએ જ્યારે માટીની ઉપરની પડ એક ઈંચ સુધી સુકાઈ જાય. મની પ્લાન્ટના મૂળ આખા વાસણમાં ફેલાય છે. આવી સ્થિતિમાં આખા વાસણમાં જ પાણી નાખવુ જોઈએ.
મની પ્લાન્ટ પાણીની બોટલમાં પણ ઉગાડી શકાય છે. જો તમે પાણીની બોટલમાં તમારો મની પ્લાન્ટ ઉગાડો છે તો દર 10 થી 15 દિવસે બોટલમાં પાણી બદલો. આ રીતે પાણી આપવાથી મની પ્લાન્ટના પાંદડા પીળા નહીં થાય.
આ ઉપરાંત મની પ્લાન્ટના પીળા પાંદડાને થોડા સમય પછી હટાવવા જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં પીળા પાંદડા જમીનમાંથી પોષણ તત્વો મેળવે છે. જેથી લીલા પાંદડાને પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળતુ.
જો તમે મની પ્લાન્ટ ઉગાડતી વખતે ખાતર ઉમેર્યું હોય, તો તમારે 3 થી 4 મહિના સુધી ખાતર ઉમેરવાની જરૂર રહેશે નહીં. જો કે મની પ્લાન્ટને વધુ ખાતરની જરૂર નથી, તેમ છતાં દર 3-4 મહિને મની પ્લાન્ટમાં ખાતર ઉમેરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.