મોંધવારીના માર વચ્ચે આવ્યા સારા સમાચાર, જલ્દી ઘટી જશે વીજળીનું બિલ!

દેશની અર્થવ્યવસ્થા પર આર્થિક મંદી અને કમોસમી વરસાદના કારણે મોંધવારીમાં ધરખમ વધારો થવાની અટકળોનો બજાર હાલ ગરમાયો છે. આ પરિસ્થિતિઓના કારણે સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાઈ રહ્યું છે. પરંતુ હવે એક સારા સમાચાર સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આવનારા દિવસોમાં વીજળીનું બિલ સસ્તુ થઈ શકે છે. આ સાથે 100 યુનિટ પર 10 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. નવા નિયમ અમલમાં આવતા વીજળી ઉત્પન્ન કરતી જેનરેશન કંપનીઓના ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી આગામી દિવસોમાં વીજળીની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે અને સામાન્ય વ્યક્તિને મોંધવારીના મારથી થોડી રાહત મળી શકે છે.

રિપોર્ટ પ્રમાણે ઉર્જા મંત્રાલય(Ministry of Energy) એ એક પત્ર લખીને રેગુલેટર્સને વીજળી સસ્તી કરવાનું કહ્યું છે. 1 ઓગસ્ટથી અમલમાં આવ્યા નવા નિયમોથી જેનરેશન કંપનીઓના વીજળી પ્રોડક્શનના ખર્ચમાં ઘટાડો થયો છે. જેથી ડિસ્કોમને મળતી વીજળી પણ સસ્તી થશે અને 100 યુનિટ દીઠ 10 રૂપિયાના બચત થવાની સંભાવના છે. નવા નિયમો મુજબ હવે વીજળી ખરીદવા માટે ડિસ્કોમને એડવાન્સમાં પેમેન્ટ કરવાની રહેશે. ત્યાર બાદ જેનરેશન કંપનીઓ વીજળી આપશે. જેથી તેમની વર્કિંગ કેપિટલમાં અંદાજે 4,000-4,500 કરોડ રૂપિયાની બચત થવાની સંભાવના છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.