ચોમાસાની વિદાઈ પહેલા ફરી એકવાર રાજ્યમાં ચોમાસું જામશે. આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને લઇને યેલો એલર્ટ જાહેર કરાયું છે. તો હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના
હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્રથી પરથી પસાર થતી સિસ્ટમની અસરને કારણે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે. આગામી 3 દિવસ અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 36 ડિગ્રી આસપાસ રહી શકે છે. શનિવારે પણ બપોરના સમયે અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ગરમીથી લોકોને રાહત મળી હતી.
દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ જાહેર
ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ આજે પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને કારણે યેલો એલર્ટ પણ જાહેરકરવામાં આવ્યું છે. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે છે વરસાદ
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા-નગરહવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.