મૂડીઝ બાદ IMFએ આપ્યો મોદી સરકારને ઝટકો

હવે ઇન્ટરનેશનલ મોનિટેરિંગ ફંડ એટલે કે IMF દ્વારા પણ મોદી સરકારને મોટો ઝટકો મળ્યો છે. IMF દ્વારા ભારતના નાણાકિય વર્ષ 2019-20 માં રહેનારા વિકાસ દરનું અનુમાન ઘટાડી દેવામાં આવતાં સરકાર પર નિશાન તાકવા વિપક્ષને વધુ એક મોકો મળી ગયો છે. IMF દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા અનુમાન મુજબ આ દરમિયાન ભારતનો GDP 6.1 ટકાના દરથી જ આગળ વધી શકશે. જો કે રાહતની વાત એ છે કે IMF એ 2020માં ગ્રોથ રેટ 7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. IMF 2019માં ગ્લોબલ આર્થિક વિકાસ દરનું અનુમાન ઘટાડીને 3 ટકા કરી દીધું છે જે પાછલા વર્ષે 3.8 ટકા હતું.

IMF દ્વારા આ વર્ષે જુલાઇમાં ભારતનો વિકાસ દર 7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દ્રશ્યમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતનો વિકાસ દર 6.1 ટકાના દરે રહેશે. જો કે IMF એ વર્ષ 2020 માટે સારા સંકેતો આપ્યા છે અને વિકાસ દર 7 ટકા સુધી પહોંચવાની આશા દર્શાવી છે.

અગાઉ, ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીએ પણ ભારતના વિકાસદરની આગાહી ઓછી કરી હતી. તાજેતરના અહેવાલમાં, મૂડીઝે નાણાકીય વર્ષ 2019-20નો વિકાસ દર અંદાજ ઘટાડીને 5.8 ટકા કર્યો છે. અગાઉ તેનો GDP વૃદ્ધિનો અંદાજ 6.2 ટકા હતો. તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2019-20ના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો હતો. વિશ્વ બેંકે હવે ભારતના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો છે. વર્લ્ડ બેંકે ભારતનો વિકાસ દર ઘટાડીને 6 ટકા કર્યો છે. જો કે, દક્ષિણ એશિયા ઇકોનોમિક ફોકસનાં નવીનતમ સંસ્કરણમાં, વર્લ્ડ બેંકે એમ પણ કહ્યું હતું કે 2021 માં ભારત ફરી વિકાસ દર 6.9 ટકા પર પાછું મેળવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.