મોરારી બાપુ ફરી વિવાદના વમળમાં, સરદાર પટેલની સરખામણી કરી અમિત શાહ સાથે

જાણીતા રામકથા કથાકાર મોરારીબાપુ ફરી એક વખત પોતાના રાજકીય નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. હાલમાં પોતાની એક કથામાં મોરારીબાપુએ દેશના ગૃહમંત્રી અમિત શાહ ને સરદાર પટેલ સાથે સરખામણી કરતા વિવાદ ખડો થયો છે. આઝાદીના લડવૈયા અને અખંડ ભારતને એક કરનાર લોહ પુરુષ સાથે અમિત શાહને સરખાવીને રાજકીય વિવાદ છેડયો છે. આ અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાય ની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડતું નિવેદન કરીને મોરારીબાપુ ચર્ચામાં આવ્યા હતા.

વીરપુર ની એક કથામાં અમિત શાહની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરીને દેશવાસીઓને વણમાંગી સલાહ પણ આપી દીધી. સોશિયલ મીડિયામાં હાલમાં મોરારી બાપુ પર ફરીવાર રાજકીય નિવેદનો કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આરોપ લાહી રહ્યો છે. ટીકાકારો કહી રહ્યા છે કે, મોરારીબાપુ કદાચ રાજકીય નિવેદન કરીને ચર્ચામાં આવવા માંગતા હોઈ શકે છે. હાલમાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં મોરારીબાપુની ટીકા થઈ રહી છે. ટીકાકારો તાજેતરમાં જ ગુજરાત ના મોડાસા ની યુવતી સાથે જઘન્ય ઘટના બની ત્યારે મૌન સેવી ને બેસેલા બાપુને રાજકીય સંત પણ ગણાવી રહ્યા છે.

આ બાબતે કોંગ્રેસ ના પ્રવકતા મનિષ દોશીએ મોરારીબાપુ પર પ્રહાર કરતા કહ્યું કે, ક્યાં સરદાર સાહેબ અને ક્યાં અમિત શાહ મોરારી બાપુએ સરદાર સાહેબનું અપમાન કર્યું. ગણાય ગંભીર ગુનાઓ ની કલમો જે નેતા પર લાગી હોય તે નેતા ની સરખામણી સરદાર પટેલ સાથે ન હોય. દેશનું વિભાજન કરતા લોકો સાથે દેશને એક કરનારા સરદાર પટેલ ની સરખામણી યોગ્ય ન કહેવાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.