વીરપુરની રામકથામાં કથાકાર મોરારી બાપુએ દેશના ગૃહમંત્રી અમિત શાહની સરખામણી દેશના પહેલા ગૃહમંત્રી સરદાર પટેલ સાથે કરો હતી. તેમણે કથામાં કહ્યું હતું કે, અમિત શાહ જ્યારે સખત નિર્ણયો લે છે, ત્યારે સરદાર પટેલની યાદ અપાવે છે. આ ઉપરાંત, તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકોને માત્ર નિંદા જ કરતા આવડે છે. દેશહિતમાં લીધેલા નિર્ણયોનું સમર્થન કરવું જોઇએ. મોરારી બાપુના આ નિવેદન બાદ વિવાદ છેડાયો હતો આથી તેમણે આ અંગે મીડિયામાં ખુલાસો કર્ય હતો.
- મોરારી બાપુએ મીડિયા સામે જણાવ્યું હતું કે, મેં કોઈને લક્ષમાં રાખીને કશું કહ્યું નથી. મારે તો એટલું કહેવું છે કે, સમગ્ર રાષ્ટ્ર માટે શુભ થવું જોઈએ, આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબથી લઇને નાનામાં નાના માણસ સુધી. જ્યારે રાષ્ટ્રનું મંગલ હોય ત્યારે તેમાં બધાએ સાથે મળીને આગળ કદમ ઉઠાવવા જોઈએ. મને એમ લાગે છે કે, સરદારના પગલે ચાલી રહ્યા છે.
બીજી તરફ સરદાર પટેલની સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહની સરખામણી કરવા બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે મોરારી બાપુએ આવા વક્તવ્યોથી દૂર રહેવું જોઇએ. સરદાર પટેલનું આ અપમાન છે. સરદાર માત્ર સરદાર છે તેમની કોઇની સાથે સરખામણી ન થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે આખા દેશને એક કર્યો. કોંગ્રેસના એક અન્ય નેતાએ કહ્યું કે, મોરારી બાપુએ વ્યાસપીઠ પરથી આવી રાજકીય વાતો કરવી ન જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.