દ્વારિકાધીશની માફી માંગવા પહોચેલા મોરારી બાપુ પર પુવઁ ઘારાસભ્ય પબુભા માણેકે કયોઁ હુમલો

કૃષ્ણ અને યાદવો અંગે વિવાદિત ટિપ્પણી મામલે મોરારી દાસ માફી માંગવા દ્વારકા પહોંચ્યા હતા ત્યારે ભાજપના નેતા પબુભા માણેક ચાલુ પ્રેસ કોન્ફરન્સ મોરારી પર ધસી આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.

સમગ્ર ઘટનાનું ફેસબુક પર લાઈવ કાન્હા વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યુ હતુ. મોરારી બાપુ પર પુવઁ ઘારાસભ્ય માણેક ઘસી આવ્યા હતા.

જોકે, ભાજપના જ સાંસદ પુનમ માડમ સહિતના અગ્રણીઓએ પબુભાને મોરારી બાપુ તરફ ઘસી આવતા રોક્યા હતા. મહત્વપૂર્ણ છે કે, મોરારી બાપુ શ્રી કૃષ્ણ અને યદુવંશ અંગે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ માફી માગવા માટે દ્વારકા આવ્યા હતા.

આ પહેલા મોરારી એ કૃષ્ણ ભગવાન પર વિવાદિત ટિપ્પણી કરતા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ મુદ્દે તેઓ બે વાર વ્યાસપીઠ પરથી રડતા રડતા માફી માગી ચુક્યા છે.

આ દ્રોહ ભગવાન શ્રી કૃષ્ણનો થયો છે તેવી ભાવના સાથે ભાલકાતીર્થ ખાતે યદુવંશીઓ થયા એકઠાં થયાં હતા અને આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું. સાથે સાથે અનેક કૃષ્ણ ભક્તો અને યદુવંશીઓએ રામકથા કલાકાર મોરારી દ્વારિકા આવીને જગતમંદિર માં માફી માંગે તેવી માગ કરી હતી. સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, તેઓ દ્વારકા આવી માફી માંગે નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપાઈ હતી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.