પેરા ઓલમ્પિકનાં ખેલાડીઓને મોરારી બાપુ તરફથી પ્રોત્સાહન મળશે..

પેરા ઓલમ્પિક ખેલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ મુખ્ય ઓલમ્પિકની રમતો પૂરી થયા બાદ પેરા ઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલે છે.

જેમાં ભારતીય ૫૦ સ્પધઁકો અને ૫૪ અન્ય વ્યક્તિઓ જેમાં વિવિધ રમતોમાં માટેનાં કોચ, મેનેજર અને અન્ય સહાયક વ્યક્તિઓ થઈ ૧૦૪ લોકો ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ રહેલાં ૫૦ સ્પધઁકોને મોરારીબાપુ તરફથી પ્રત્યેકને રુપિયા ૨૫ હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ ૧૨ લાખ ૫૦ હજાર થાય છે. એ જ પ્રમાણે આ સ્પધઁકોનાં કોચ ,મેનેજર અને અન્ય સહયોગીઓ થઈ ને ૫૪ વ્યકિતને પ્રત્યેકને રૂપિયા ૧૫ હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે.

https://www.youtube.com/watch?v=QNET_vTPMiQ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.