રાજ્યમાં 16 સપ્ટેમ્બરના રોજ નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી કરવામાં આવી હતી. આ નિયમની અમલવારી થયા પછી વાહન ચાલકોને ખૂટતા પૂરાવાઓ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે સરકાર દ્વારા આ નવા નિયામની અમલવારી 15 ઓક્ટોબરથી કરવાની જાહેરાત કરી છે. સરકારની આ જાહેરાતના કારણે વાહન ચાલકોને તેમના ખુટતા ડોક્યુમેન્ટ પૂર્ણ કરવા માટે થોડો સમય મળ્યો છે. નવા ટ્રાફિક નિયમની અમલવારી થયા પછી મોરબીમાં ટ્રાફિક વિભાગનો એક મોટો છબરડો સામે આવ્યો હતો. ટ્રાફિક પોલીસે એક કાર ચાલકને હેલમેટ નહીં પહેરીને કાર ચલાવવા બદલ ઈ મેમો ફટકાર્યો હતો.
એક રીપોર્ટ અનુસાર મોરબી ટ્રાફિક વિભાગ વાહન ચાલકો પાસેથી દંડની વસુલાત કરવામાં ભાન ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, મોરબીના રવાપર રોડ પર આવેલી રોયલપાર્ક સોસાયટીમાં આવેલા સ્વર્ગ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા મયંક દલસાણીયા પોતાની કાર લઇને કોઈ કામકાજ માટે બહાર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા પર લાગેલા CCTV કેમેરામાં મયંક દલસાણીયાની કારનો ટ્રાફિક નિયમ ભંગ બદલ ફોટો પડી ગયો અને તેમના ઘરે બે દિવસ પછી એક મેમો આવ્યો હતો.
ઘરે આવેલો મેમો જોઈને મયંક દલસાણીયા પણ ચિંતામાં મૂકાઈ ગયા હતા. મયંક દલસાણીયાની ચિંતાનું કારણ એ હતું કે, તેમને કાર ચલાવતા સમયે હેલમેટ ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ઈ-મેમો મયંક દલસાણીયાને ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે, તેમાં મયંક દલસાણીયાની કારની બાજુમાં એક વ્યક્તિ પોતાની બાઈક હેલમેટ વગર ચાલવતા દેખાઈ રહ્યો છે એટલે ટ્રાફિક વિભાગે શું બાઈક ચાલકને આપવાનો ઈ-મેમો કાર ચાલકને આપી દીધો છે. આ ઘટના પરથી સવાલ એ થાય છે કે, પોલીસને દંડ ફટકારતા સમયે બાઈક અથવા કારમાં કોઈ ફરક નહીં દેખાતો હોય….?????
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.