માળીયા મીયાણા પોલીસ ટીમ દ્વારા મુંબઇથી પરમીશન વગર 19 માણસોને બેસાડી કચ્છ જતી લકઝરી બસને પકડી પાડવામાં આવી હતી તેમજ સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં મોકલી જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
માળીયા મી. પોલીસ દ્વારા ઓનેસ્ટ ચેકપોસ્ટ પર અન્ય જીલ્લા તથા અન્ય રાજ્યમાંથી આવતા જતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામા આવેલ છે. આ દરમ્યાન ગઈકાલે તા. 12 ના રોજ સાંજના 4-30 વાગ્યાના અરસામાં અમદાવાદ તરફથી એક પેસેન્જર ભરેલ લક્ઝરી બસ નં. MH 46 AH 0865 નિકળતા પોલીસે તેને રોકી પરમીટ ચેક કરી જોતા તેમાં લકઝરી બસ નંબર MH 43 H 4244ની પરમીટ હતી. પરંતુ આ લકઝરી બસમાં પેસેન્જરો ભરેલ હતા. પેસેન્જરોને ચેક કરતા જે પૈકી કેટલાક પેસેન્જરો કાયદેસર પરમીશન વાળા હતા તેમજ કેટલાક પેસેન્જરો પરમીશન વગરનાં હતા.
આ પેસેન્જરો મુંબઇથી કચ્છ મુકામે જતા હતા. આ બસમાં પ્રવાસનું આયોજન કરનાર વિરજીભાઈ સવજીભાઈ મણોદરા (ઉ.વ.48, રહે. હાલ રામદેવ સીહા ચાલ, રૂમ નં 13, મુબઈ, મુળ રહે. સુઈગામ, તા. રાપર, જિ. કચ્છ ભુજ)ને પોલીસે પુછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી વીરજીભાઈએ અગાઉ મુંબઇથી કચ્છમાં આવવા માટે લકઝરી બસ દ્વારા તેમાં પ્રવાસ કરનાર માણસોનું લીસ્ટ આપી મહારાષ્ટ્ર સરકારમાં પરમિશન મેળવવા માટે અરજી કરેલ હતી અને આ પરમિશન મળવામાં સમય લાગતા પરમિશનમાં રજુ કરેલ લિસ્ટ પૈકીના કેટલાક માણસો આવેલ ન હતા તથા કેટલાક માણસોએ પ્રવાસ રદ કરેલ છે. જેથી, પોતે પરમિશન વાળા માણસો તથા બિજા 18 માણસો પરમિશન વગર આ લકઝરીમાં બેસાડી કચ્છ જવા નિકળેલ હતા.
જેઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી મેડીકલ તપાસણી કરાવી ડોક્ટરની દેખરેખ હેઠળ પરમીશન વગરના 18 માણસો મળી કુલ 37 જેટલા મહીલા તથા બાળકો સહીત મોટી બરાર, તા. માળીયા (મી.)ના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામા આવેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.