મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલી બારશાખ રાજપૂત શેરીમાં બાઈક ચલાવવા મામલે ગઈકાલે બપોરે માથાકૂટ થઇ હતી. જે બાદ ફાયરીંગમાં બે આશાસ્પદ યુવાનોના મોત થયા છે
પ્રથમ ફરિયાદી રફીક રજાકભાઈ માંડલિયા ઉર્ફે લોખંડવાલાએ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી રફીક તથા આરોપી હનીફભાઈ કસમાની ઉર્ફે મમુ દાઢી બંને એક જ શેરીમાં રહેતા હતા.
ફરિયાદી રફીકભાઈના દીકરાઓ શેરીમાંથી કામધંધા માટે મોટર સાઈકલ લઈને આવતા જતા હોય જેથી આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢીને સારું નહિ લાગતા આરોપી શબ્બીર સલીમ સાથે ફરિયાદી રફીકભાઈના દીકરા અનીશને સામાન્ય બોલચાલી થતા જેનો ખાર રાખી આરોપી હનીફ ઉર્ફે મમુ દાઢી તથા આરોપી અલ્તાફ ઉર્ફે જગીરો,ઈમ્તિયાઝ સહિતના ઇસમોને બોલાવી પિસ્તોલ જેવા હથિયારથી તથા શબ્બીર સલીમે ફરિયાદી રફીકભાઈ તથા સાહેદ પર પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરીંગ કરી લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો
જેમાં જણાવ્યું છે કે, આરોપીઓ શેરીમાં મોટર સાઈકલ સ્પીડમાં ચલાવતા હોય જેથી ફરિયાદીના પિતા આરોપીઓને મોટર સાઈકલ સ્પીડમાં નહિ ચલાવવા બાબતે સમજાવવા જતા આરોપીઓને સારું નહિ લાગતા આરોપીઓએ છરી, તલવાર, ધારિયા, લોખંડના પાઈપ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદી ઈમ્તિયાઝ તથા સાહેદોને શરીરે આડેધડ માર મારી સાહેદ ઇમરાન સલીમ કાસમાણીનું મૃત્યુ નીપજાવી ફરિયાદી તથા સાહેદોને ઈજા પહોચાડી હોવાની ફરિયાદ નોધાવી છે
. તો મોરબી એ ડીવીઝન પોલીસે ૩૦૨,૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, જીપીએ કલમ ૩૭(૧),૧૩૫, આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.