ત્રીજી લહેરનાં ભણકારા વચ્ચે સુરતમાંથી આ ટૂર માટેની 1 લાખથી વધુ ઇન્કવાયરી..

સુરતથી બાલીની ફલાઈટ માટે ટાઈ અને ઇન્ડોનેશિયા કોન્સુલ જનરલ વચ્ચે વાટાધાટ ચાલુ. કોરોનાની બીજી લહેર પછી ધંધા રોજગારને વેગ મળી રહ્યો છે. ત્યારે સુરતથી નોંધાનારા પ્રવાસમાં વેગ મળે તેવી આશા ટુરિઝમ સંગઠનોને સેવાઈ રહી છે.

બીજી લહેર પછી ઈન્ટરનેશનલ ટૂરમાં ૩૦% ઉછાળો નોંધાય તેવો ટાઈ સુરતનાં પદાધિકારીઓએ મત વ્યક્ત કર્યો છે. બીજી લહેર પછી ઈન્ટરનેશનલ ટૂર માટે ૦૧ લાખ જેટલી ઇન્કવાયરી સુરતમાંથી જ આવી છે.

કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો ટુરિઝમ સેકટરને સારો વેગ મળે તેવી આશા સેવાઈ રહી છે. ત્યાં આ વખતે દિવાળી પૂર્વેથી ઈન્ટરનેશનલ ટૂર માટે સુરતનાં ટ્રાવેલ્સ એજન્ટ પાસે સારી ઇન્કવાયરી જનરેટર થઈ હોવાનો મત છે.

ધણાં દેશ એવાં છે કે જયાં ધીરે ધીરે ફલાઈટ સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાં પછી ડોમેસ્ટિકની સાથે સાથે ઈન્ટરનેશનલ ટૂર માટેની ઇન્કવાયરી વધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.