પોરબંદર જિલ્લા ૧૦૦ થી વધુ તબીબોએ હડતાલ પાડીને વિરોધ વ્યકત કર્યો હતો તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું હતું.ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પોરબંદર જિલ્લાના પ્રમુખ ડો . કૌશિકભાઇ પરમાર અને સેક્રેટરી જીતેન વાઢેર સહિત તબીબોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ( આઇ.એમ એ . જી.એસ.બી. ) એ રાજ્યના ૩૦,૦૦૦ થી વધુ એલોપેથિક ડોકટરોની પ્રતિનિધિ સંસ્થા છે . તે હંમેશા બહેતર આરોગ્ય સંભાળ પ્રણાલીના હેતુ માટે પ્રોત્સાહન આપે છે અને જ્યાં જરૂર હોય ત્યાં જાહેર અને તબીબી વ્યાવસાયિકોના પ્રશ્નોને વાચા પણ ૨૦૨૨ ના રોજ , ગુજરાત હાઈકોર્ટે આર / રીટપિટિશન ( પી.આઇ.એલ. ) નંબર ૧૧૮ / ૨૦૨૦ માં મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આઇ.સી.યુ. હોવું જોઈએ તેમજ કાચના ફસાદ દૂર કરવા વગેરે અંગે અમુક જોગવાઈઓ લાગુ કરવા સૂચના આપી છે . રાજ્યભરની હોસ્પિટલોને ૭ દિવસની અંદર તેનું પાલન કરવા નોટિસો મળી રહી છે જે સંપૂર્ણ પણે પાયા વિહોણી અને અતાર્કિક છે . કેટલીક જોગવાઈઓ કે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી અને તેનો અમલ શક્ય નથી તેવો છે જેનો અમલ કરવાનો આગ્રહ વ્યાપક પણે જનતા પર આપત્તિજનક અસર કરી શકે છે . આ જોગવાઈઓના અમલથી ર્દીઓમાં વધુ આપે છે.તાજેતરમાં ૩૦ / ૦૬ / ચેપ થવાની સંભાવના છે અને સમગ્ર રાજ્યમાં આઇ.સી.યુ. બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે . આ પ્રકારના અમલથી આઇ.સી.યુ.માં વર્તમાન ર કરતાં અનેકગણો મૃત્યુદરનું વધશે આ પ્રકારના મૌખિક આદેશની અસર ટૂંકા તેમજ લાંબાગાળામાં વિનાશક હોઈ શકે છે .
આ ઓર્ડર કરતા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા તેની કોઈપણ શાખાને સામેલ કર્યા કે તેને સાંભળ્યા વિના એક પક્ષીય રીતે પસાર કરવામાં આવ્યો છે અને તેથી તબીબી વ્યાવસાયિકો અને હોસ્પિટલોનો મત ગણકારવામાં જ નથી આવ્યો . ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આગની ઘટનાઓ ને રોકવા માટેના ગુજરાત રાજ્ય શાખા હોસ્પિટલમાં કોઈપણ પગલાં માટે સમાન સહાયક રહેશે , પરંતુ રાજ્ય સરકારના આવા એક પક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરે છે સરકારે તબીબી વ્યાવસાયિકો સહિત તમામ સંબંધિત વિભાગોના સભ્યોની બનેલી એક તકનીકી સમિતિની રચના કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.