સોમવારે મોડી રાત્રે મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં ચાર માળની એક ઈમારત ધરાશાયી થઈ હતી. અને જેને લઈને BMCના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચેથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે બચાવ કામગીરી ચાલુ હોવાથી 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
મુંબઈના નાઈક નગરમાં ધરાશાયી થયેલી ચાર માળની ઈમારતમાં ફસાયેલા લોકોમાંથી વધુ એકને જીવતો બચાવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી ચાલુ છે. NDRFના ડેપ્યુટી કમાન્ડન્ટ આશિષ કુમારનું કહેવું છે કે હજુ પણ કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
મહારાષ્ટ્રના મંત્રી આદિત્ય ઠાકરે મુંબઈમાં બિલ્ડિંગ દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે 5-7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ 4 ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી.
એ પણ કહ્યું કે જ્યારે પણ BMC નોટિસ જારી કરે છે અને ત્યારે બિલ્ડીંગો પોતે જ ખાલી કરી દેવી જોઈએ. અન્યથા આવી ઘટનાઓ બને છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે, હવે કાર્યવાહી કરવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.