કુલ ૫૩.૧૯ લાખ ખેડૂતમાંથી ૪૨.૫% ખડૂત દેવાદાર ..
નેશનલ સેમ્પલ સર્વે મુજબ ૨૨,૬૦,૫૭૫ ખડૂત પરિવાર દેવા હેઠળ ..
ગુજરાતમાં (GUJARAT) છેલ્લી કેન્દ્રીય કૃષિ વસતી (AGRICULTURAL POPULATION) ગણતરી મુજબ ૫૩.૧૯ ખેડૂતો છે અને આ ખેડૂતોમાંથી (FARMAR) નેશનલ સેમ્પલ સર્વે (NATIONAL SAMPLE SURVEY) મુજબ ૨૨,૬૦,૫૭૫ ખેડૂત પરિવારો દેવા (DEBTS) હેઠળ જીવે છે , જેનું પ્રમાણ કુલ ખેડૂતોની સંખ્યામાં ૪૨.૫ % જેટલું છે. છેલ્લી કેન્દ્રીય કૃષિ વસતી ગણતરી પ્રમાણે રાજયમાં સિમાંત ખેડૂતો (MARGINAL FARMERS) ૨૦.૧૭ લાખ , નાના ખેડૂતો ૧૬.૧૫ લાખ જેટલાં છે.
મતલબ રાજયમાં સિમાંત અને નાના કુલ ૩૬.૩૨ લાખ ખેડૂતો તો દેવા તળે છે. અને બાકી ૫.૧૮ લાખ ખેડૂતો સેમીથી મધ્યમ કક્ષાના દેવા હેઠળ જીવે છે.
એનએસએસનો ૭૭માં રાઉન્ડનો ૨૦૧૯માં પ્રગટ થયેલો રિપોર્ટ દેશમાં દેવાદાર ખેડૂતોની સંખ્યામાં ભાજપ શાસિત રાજયો ગુજરાતને ૧૪માં નંબરે અને ઉત્તર પ્રદેશને ૧૫માં નંબરે મૂકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.