વાવાઝોડામાં પડી ગયેલાં 5 લાખથી વધુ ફળાઉ વૃક્ષ રિ-ઇન્સ્ટોલ કરી શકાશે.

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને કારણે પડી ગયેલાં અને નુકસાન પામેલાં ફળાઉ વૃક્ષોના પુનઃસ્થાપન માટે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજી હતી.

વાવાઝોડામાં નુકસાન પામેલાં વૃક્ષો પૈકી 25થી 30 ટકા ફળાઉ ઝાડ બચાવવામાં સફળતા મળી હોવાનો દાવો સીએમ રૂપાણીએ કર્યો હતો. વાવાઝોડામાં 16 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયાં છે, જે પૈકી 5 લાખ જેટલાં વૃક્ષો રિ-ઇન્સ્ટોલ કરી શકાશે.

CMએ સફળતાનો દાવો કર્યો, કૃષિ વૈજ્ઞાનિકોએ કહ્યું, કહી ન શકાય;
મુખ્યમંત્રીએ 25થી 30 ટકા વૃક્ષોને રિ-ઇન્સ્ટોલ કરવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકોએ એવું કહ્યું હતું કે સફળતા અંગે ચોક્કસ કહી શકાય નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.