રાજ્ય માં ગ્રામ પંચાયત ની ચુંટણીઓ નો માહોલ જામ્યો છે અને રોજી રોટી કમાવા શહેરો માં વસતા પરિવારો પણ પોતાના વતન માં સરપંચ ની ચુંટણીઓ માં મતદાન કરવા જઈ રહ્યા છે.ત્યારે સુરત માંથી પણ મોટા પાયે લોકો વતન માં જઇ રહયા છે.
સુરત માં સૌરાષ્ટ્ર ના અમરેલી, ભાવનગર ,રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાના લોકો અહીં મોટી સંખ્યામાં રહે છે. આ વખતે 19 ડિસેમ્બરે સરપંચોની ચૂંટણી યોજાનાર છે ત્યારે વતન માં પોતાના માનીતા ઉમેદવાર ને મત આપવા જનારા લોકો એ એડવાન્સ બુકીંગ કરાવ્યું છે.
હાલ સુરતથી 600 જેટલી લક્ઝરી બસનું બુકિંગ થઇ ચૂક્યું છે અને સુરત માંથી 50 હજાર કરતા વધારે મતદારો વતન જશે. છેલ્લા એક અઠવાડિયાથી વરાછા, કતારગામ, મોટા વરાછા સહિતના અનેક વિસ્તારોની સોસાયટીઓમાં વતન જવા માટે લોકો તૈયારીઓ માં પડ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.