મોદીનાં આશિઁવાદથી વધુ એક અધિકારી નોકરીમાંથી રાજીનામું આપી ને આવશે, આ પક્ષમાં આવશે.

હવે મોદીનાં આશિઁવાદથી વધુ એક ટોચનાં અધિકારી રાજેશ્ચર સિંહના ભાજપ પ્રવેશનો તખ્તો તૈયાર છે. હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં જોઈન્ટ ડિરેક્ટર સિંહ ૨૦૨૨ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં સુલતાનપુર બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર બનશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે.

સિંહની નિવૃત્તિને ૧૪ વષઁ બાકી છે પણ રાજકિય ઈનિંગ્સ શરૂ કરવા સિંહ વીઆરએસ લેશે. ભાજપ નેતાગીરી સાથેની બેઠક પછી સિંહે વીઆરએસની અરજી પણ કરી દીધી છે. સિંહનાં પત્ની લક્ષ્મી સિંહ અત્યારે લખનૌ રેન્જનાં આઈજી છે અને આગ્રાના એડીજી રાજીવ કૃષ્ણા સાળા થાય છે. તેમની મદદથી જ ભાજપ પ્રવેશનો તખ્તો ગોઠવાયો છે.

https://www.youtube.com/watch?v=5AdgKGPPJpc

સિંહ ૨૦૦૯માં। ઈડીમાં આવ્યાં પહેલાં પ્રોવિન્શિયલ પોલીસ સવિઁસમાં હતાં. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકેએ જાણીતાં સિંહે ઈડીમાં ટુ-જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેઈમ્સ, કોલ બ્લોક, ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદા જેવા હાઈ પ્રોફાઈલ કેસમાં કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.