સુરતમાં નિવૃત અધિકારી પાસેથી રૂ.22 લાખથી વધુની સંપત્તિ મળી આવી, ACBએ પિતા-પુત્રની કરી ધરપકડ

સુરતના વધુ એક નિવૃત અધિકારી ACB ના સકંજામાં સપડાયા છે. આવક કરતા વધુ સંપતિના કેસમાં સુરતમાં જમીન વિભાગના નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયાની ACB એ ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.અને ACBએ 22 લાખની મિલકત ટાંચમાં લઈ પિતા-પુત્રને દબોચી લીધા છે અને ઉલ્લેખનિય છે કે, આશરે નવ વર્ષ અગાઉ વિઠ્ઠલ ડોબરિયા વિરુદ્વ ACBમા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પ્રકરણમાં એસીબીએ તપાસ બાદ એક્શન લીધા છે.

રાજ્યમાં વધુ એક સરકારી બાબુનું કૌભાંડ ખૂલીને બહાર આવ્યું છે. સુરતમાં જમીન વિભાગમાં ફરજ બજાવતા નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયા વિરુદ્ધ ACBએ ગાળિયો કસ્યો છે. સુરત ખાતેલેન્ડ ડીપાર્ટમેન્ટમાં ફરજ દરમિયાન વિઠ્ઠલ ડોબરીયાએ મોટા પાયે ગોબાચારી આચરી હોવાની રાવ ઉઠી હતી અને આ અધિકારીએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યા બાદ તેના પુત્ર અને અન્ય સગા સંબંધીઓના નામે કરોડોની મિલકતો ખરીદી લીધી હોવાના સણસણતા આરોપો લાગ્યા હતા. આ મામલે વર્ષ 2013માં વિઠ્ઠલ ડોબરિયા વિરુદ્વ ACBમાં ફરિયાદ દાખલ થઇ હતી. ફરિયાદ બાદ ACB એ તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમીયાન જમીન વિભાગના નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયાની આવક કરતા વધુ સંપત્તિ હોવાનું ભોપાળું છતું થયું હતું.

2013ની આ ફરિયાદ બાદ ACB આ પ્રકરણ તપાસ આદરી ભાંડો ફોડી સુરતમાં નિવૃત અધિકારી વિઠ્ઠલ ડોબરીયા અને તેના પુત્રને સકંજામાં લીધા છે અને અપ્રમાણસર મિલકત અંગેના કેસમાં એસીબીએ એક્શન લેતા અધધ… કહી શકાય તેટલી રૂપિયા 22 લાખની મિલકત મળી આવી હતી જે સંપતિ ACB એ જપ્ત કરી છે. હાલ ACB બંને પિતા-પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.