Moscow Terror Attack : રશિયાએ શનિવારે ચાર લોકોની ધરપકડ કરી હતી જેમણે મોસ્કોના કોન્સર્ટ હોલમાં કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 143 લોકોના મોત થયા
Moscow Terror Attack: રશિયાએ શનિવારે ચાર લોકોની ધરપકડ કરી હતી જેમણે મોસ્કોના કોન્સર્ટ હોલમાં કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 143 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 107 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે,
PHOTOS: ટોયલેટમાં 28 તો દાદર પર 14 લાશ…આતંકીઓએ પુતિનના ગઢમાં કરી કત્લેઆમ
Moscow Terror Attack : રશિયાએ શનિવારે ચાર લોકોની ધરપકડ કરી હતી જેમણે મોસ્કોના કોન્સર્ટ હોલમાં કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 143 લોકોના મોત થયા હતા (તમામ તસવીરો AP)
Moscow Terror Attack: રશિયાએ શનિવારે ચાર લોકોની ધરપકડ કરી હતી જેમણે મોસ્કોના કોન્સર્ટ હોલમાં કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 143 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 107 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે, આતંકી સંગઠન ISISએ આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી લીધી છે.
આ અંગે યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે, તેમનું યુદ્ધગ્રસ્ત દેશ આ હુમલા પાછળ નથી. જોકે, રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે, હુમલાખોરોને યુક્રેન તરફથી મદદ મળી હતી.
રશિયન અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે, ગોળીબારમાં 143 લોકો માર્યા ગયા હતા. જોકે, બાદમાં તેમણે કહ્યું હતું કે, 24 કલાકથી વધુની શોધમાં 143 મૃતદેહો મળી આવ્યા હતા. 107 લોકો હોસ્પિટલોમાં તેમના જીવન માટે લડી રહ્યા છે. કેટલાક લોકો બંદૂકની ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્ય લોકો કોન્સર્ટ હોલમાં આગ લગાવવા માટે પેટ્રોલનો ઉપયોગ કરતા હતા. ત્યારે જંગી આગમાં મૃત્યુ પામ્યા હતા. 28 મૃતદેહો ટોયલેટમાંથી અને 14 મૃતદેહો સીડી પરથી મળી આવ્યા હતા.
આ ગોઝારા બનાવ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, અધિકારીઓએ ચાર બંદૂકધારીઓ સહિત 11 લોકોની અટકાયત કરી છે. તેમણે કહ્યું કે, આ લોકોએ છુપાવવાનો પ્રયાસ કર્યો અને યુક્રેન તરફ આગળ વધ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, રાજ્યની સરહદ પાર કરવા માટે યુક્રેન તરફનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.’
પુતિને સંબોધનમાં હુમલાના તમામ ગુનેગારો અને આયોજકોને સજા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું કે ‘અમે આતંકવાદીઓની પાછળ ઉભેલા તમામ લોકોને ઓળખીશું અને સજા કરીશું, જેમણે આ અત્યાચાર, રશિયા વિરુદ્ધ આ હુમલો, અમારા લોકો વિરુદ્ધ આ હુમલો કર્યો છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.