કોંગ્રેસમાંથી છેલ્લાં સાત વર્ષમાં સૌથી વધારે સાંસદો ,ધારાસભ્યો અને ઉમેદવારો અલગ થઈને બીજી પાર્ટીઓમાં સામેલ થઈ ગયાં છે. ચૂંટણી રાજનિતી પર નજર રાખતી સંસ્થા એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફોમ્સઁ તરફથી ઉમેદવારોના ચૂંટણી એફિડેવિટનું વિશ્લેષણ કરવાથી જાણવા મળ્યું છે કે.,૨૦૧૪ થી ૨૦૨૧ દરમિયાન કુલ ૨૨૨ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં શામેલ થયાં છે.
એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૧૪ થી ૧૧૧ ઉમેદવારો અને સાંસદો ધારાસભ્યો પણ ભાજપથી અલગ થયા હતાં. જો કે સમયગાળામાં ૨૫૩ ઉમેદવારો અને ૧૭૩ સાંસદો અને ધારાસભ્યો અન્ય પક્ષો છોડીને ભાજપમાં જોડાયા હતાં.
https://www.youtube.com/watch?v=Mt9Gwr8Jtlo&t=1s
રિપોર્ટ અનુસાર, કુલ ૧૧૩૩ ઉમેદવારો અને ૫૦૦ સાંસદો ધારાસભ્યો પક્ષ બદલ્યા અને સાત વર્ષમાં ચૂંટણી લડી. આ રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે ૨૦૧૪ થી ૬૦ ઉમેદવારો અને ૧૮ સાંસદો ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયા હતાં. અને ૨૯ ઉમેદવારો અને ૧૩ સાંસદો ધારાસભ્યો તેમાં જોડાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.