નિર્ભયા પર શેતાનને શરમાવે તેવી ક્રુરતા આચરનારા આ અપરાધીઓ હવે પોતાનુ મોત નજીક જોઈને ફફડી ગયા છે. તિહાડ જેલમાં બંધ ચારે દોષિતો અક્ષય, મુકેશ, વિનય અને પવનની ઉંઘ ઉડી ગઈ છે. ગભરાટમાં ખાવા પીવાનુ પણ બંધ થઈ ગયુ છે. તેમને બહુ જલ્દી ફાંસી થવાની છે તેવી ભનક લાગી ગઈ હોવાથી તેઓ પોતાના સેલમાં મોડી રાત સુધી આંટા મારતા નજરે પડે છે તેવુ જેલ સુત્રોનુ કહેવુ છે.
આરોપીઓની દયા અરજી પર રાષ્ટ્રપતિએ હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી પણ તે પહેલા તિહાડ જેલમાં આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તેમને 16 ડિસેમ્બર અથવા તો 29 ડિસેમ્બરે ફાંસી પર લટકાવી દેવાશે તેવી ચર્ચા ચાલી રહી છે. કારણકે 29 ડિસેમ્બરે જ નિર્ભયાનુ મોત થયુ હતુ.
એક અધિકારીનુ કહેવુ છે કે, જેલમાં ફાંસી આપવા જલ્લાદની જરુર નથી પણ જો જરુર પડી તો યુપી, મહારાષ્ટ્ર કે બંગાળથી જલ્લાદ બોલાવી શકાય છે.
આ આરોપીઓને જેલ નંબર 3માં ફાંસી અપાશે.કારણકે ફાંસીનો માંચડો અંહીંયા જ બનાવાયો છે. જેના પર હંમેશા તાળુ લટકતુ હોય છે. ફાંસી માટેનો માંચડો જ્યાં છે તેની નીચે બેઝમેન્ટ છે. જેમાં ભરાયેલુ વરસાદનુ પાણી પણ સાફ કરી દેવાયુ છે. બેઝમેન્ટમાં જવા માટે 20 પગથિયા છે. ફાંસી અપાયા બાદ બેઝમેન્ટમાં જઈને જ કેદીના મૃતદેહને નીચે ઉતારીને બહાર કાઢવામાં આવે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.