કુલભૂષણ જાધવ મામલે હવે પાકિસ્તાનની અક્કડ ઢીલી પડી ગઈ છે. ભારતના કડક વલણને લઈને પાકિસ્તાન પોતાના નિર્ણય પરથી પીછેહઠ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી સાંજે કુલભૂષણ જાધવને મોતની સજાના વિરોધમાં અપીલ કરવાની અનુમતિ આપી છે.
પાકિસ્તાને દાવો કર્યો છે કે જાધવને આ અપીલ કરતા પહેલા વિશિષ્ટ અધ્યાદેશ લાવવો પડ્યો છે. જોકે, ભારતે પાકિસ્તાનના દાવાને ઠગારો ગણાવ્યો છે. ભારતે જણાવ્યું છે કે પાડોશી દેશના છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા નાટકનો જ એક ભાગ છે અને તે માત્ર અને માત્ર આ મામલે ભ્રમણા ઉભી કરવા માંગે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે જાધવ પર સ્પષ્ટરીતે આ મામલે અરજી દાખલ ન કરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. અનુરાગે આને જાધવ પાસે રહેલ અપર્યાપ્ત ઉપાયોથી પણ વંચિત રાખવાના શરમજનક પ્રયાસ ગણાવ્યો છે.
જણાવી દઈએ કે, બુધવારે બપોરે પકિસ્તાને જાધવે મોતની સજાના વિરોધમાં અપીલ કરવાનો ઇન્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું, સાંજે પોતાના જ નિવેદનથી પલટી મારતા પાકિસ્તાની વિદેશ મંત્રાલયે દક્ષિણ એશિયા મુદ્દાઓના મહાનિર્દેશક જનરલ ઝાહીદ હાફિઝ અને વધારાના એટર્ની જનરલ અહમદ ઇરફાને દાવો કર્યો હતો કે પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણય મુજબ તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. તેમને જણાવ્યું કે જાધવ અથવા તેમના કાનૂની પ્રતિનિધિ અથવા ઇસ્લામાબાદમાં ભારતના કાઉન્સિલર અધિકારી અપીલ અને સમીક્ષા અરજી કરી શકે છે. સાથે જ બીજા કોન્સ્યૂલર એક્સેસની અનુમતી પણ આપી દીધી છે.
શું કહ્યું પહેલા
ભારતીય નાગરિક કુલભુષણ જાધવ મામલે પાકિસ્તાને ભારતને બીજા કોન્સ્યૂલર એક્સેસનો પ્રસ્તાવ મોકલ્યો છે, સાથે એવો પણ દાવો કર્યો છે કે કુલભુષણે રિવ્યૂ પીટિશન દાખલ કરવાનો ઇનકાર કરી દીધો છે અને દયા અરજી પર વિચાર કરવા કહ્યું છે.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે 17 જૂનના રોજ કુલભુષણ જાધવને રિવ્યૂ પીટિશન દાખલ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે જાધવે આવવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાનનો દાવો છે કે જાધવે માગણી કરી છે કે તેની જે દયા અરજી છે તેને આગળ વધારવામાં આવે.
આંતરરાષ્ટ્રીય કોર્ટ પાકિસ્તાનની થઇ હતી હાર
કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ દ્વારા એક તરફી ચુકાદો આપી ફાંસીની સજા સંભળાવી દીધી હતી, જેને લઇને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં બાદમાં પાકિસ્તાનની હાર થઇ છે અને નવેસરથી કેસ ચલાવવાનો દાવો કર્યો હતો. બીજી તરફ હવે જે ફાંસીની સજા સંભળાવી હતી તેને લઇને રિવ્યૂ પિટિશન દાખલ કરવાની કુલભૂષણે ના પાડી દીધી હોવાનો દાવો પાકિસ્તાને કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.