ઉન્નાવમાં રેપ બાદ સળગાવી નાંખનાર પીડિતાએ શુક્રવારે મોડી રાત્રે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે. પીડિતાના પિતાએ કહ્યું કે પ્રશાસને દીકરીના મોતની માહિતી આપી નથી. ત્યાં દીકરી માટે ન્યાયની મદદ માગતા તેમણે કહ્યું કે દીકરીની સાથે દરિંદગી કરનાર આરોપીઓને ફાંસીની સજા આપો અથવા તો દોડાવી-દોડાવીને મારી નાંખો.
પીડિતાના પિતાએ અગ્રણી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે જે રીતે હૈદરાબાદ કાંડના આરોપીઓને માર્યા એવી જ રીતે અમારી દીકરીના દરિંદોને દોડાવી-દોડાવીને મારવા જોઇએ અથવા તો ફાંસી આપવી જોઇએ. તેમણે કહ્યું કે આરોપીઓને સજા મળ્યા બાદ દીકરીના આત્માને શાંતિ મળશે.
આ બધાની વચ્ચે રેપ પીડિતાની બહેને કહ્યું કે તેમની સાથે ન્યાય થયો નથી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ કેસમાં ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે. અમારી સાથે ન્યાય થયો નથી. પોલીસે સમય પર રિપોર્ટ લખ્યો નથી. અમને અહીં કોઇ મળવા આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.