મોટા બદલાવ કરવાની ફિરાકમાં છે RBI, જલ્દી જ લાગુ થશે આ નવો નિયમ

ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ગુરુવારે કહ્યું કે તમામ પેમેન્ટ ઓપરેટર્સને માર્ચ 2022 સુધી ઇંટરઓપરેબલ ક્વિક રિસ્પોન્સ કોડ (Interoperable QR Code)ને અપનાવવો પડશે. RBIના આ આદેશનો મતલબ છે કે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક એવા ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરવાનું છે. જે બીજા પેમેન્ટ ઓપરેટર્સ દ્વારા પણ સ્કેન થઇ શકે.

આ પ્રોસેસને લાગુ કરવાની અંતિમ તિથિ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી છે. પ્રોફેસર દીપક પાઠકની આગેવાની અંતર્ગત એક કમિટીએ આગામી બે વર્ષમાં ઇંટરઓપરેબલ ક્યૂઆર કોડ્સમાં બદલાવને લઇને સૂચનો આપ્યા હતા. વર્તમાનમાં દેશમાં ત્રણ પ્રકારના QR કોડ ચાલે છે. આ Bharat QR, UPI QR  અને પ્રોપરાઇટરી QR કોડ છે. UPI QR અને Bharat QR પહેલાની જેમ જ જારી રહેશે.

કેન્દ્રીય બેન્ક તરફથી જારી ઑફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઇંટરઓપરેબલ QR કોડ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સે પહેલ કરવી પડશે. પાઠક કમિટીના આ સૂચનથી પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ મળશે. ઇંટરઓપરેબિલિટીના કારણે સામાન્ય લોકોને અનૂકૂળતા રહેશે અને પેમેન્ટ સિસ્ટમ પણ પેહેલા કરતાં સારી થઇ શકશે.

ગત વર્ષે ડિસેમ્બરમાં થઇ હતી કમિટીની રચના

જણાવી દઇએ કે કેન્દ્રીય બેન્કે 23 ડિસેમ્બર 2019એ એક કમિટીની રચના કરી હતી, જેની અધ્યક્ષતા ડીબી પાઠકને સોંપવામાં આવી હતી. આ કમિટીને જવાબદારી સોંપવામાં આવી કે તે વર્તમાન ક્યૂઆર કોડ સિસ્ટમનો રિવ્યૂ કરો અને યોગ્ય સૂચન આપે જેથી ઇંટરઓપરેબલ ક્યૂઆર કોડ સિસ્ટમ લાગુ કરી શકાય.

તે બાદ RBIને આ કિમિટી પોતાનો રિપોર્ટ સોંપ્યો. આ રિપોર્ટને RBIની ઑફિશિયલ વેબસાઇટ પર પબ્લિશ કર્યો જેથી પબ્લિક કમેન્ટ્સ તથા ફીડબેક મેળવી શકાય. જુલાઇમાં કમિટિએ ભલામણ કરી હતી કે QR કોડ દ્વારા ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઇંસેંટિવ્સ આપવામાં આવે.

સેલ્ફ-રેગુલેટરી સંસ્થા પર જોર

RBIએ તેના માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક પણ તૈયાર કર્યુ છે જેથી દેશમાં વિભિન્ન પ્રકારની પેમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરી શકાય. કેન્દ્રીય બેન્કે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ માટે સેલ્ફ-રેગ્યુલેટરી સંસ્થાની સ્થાપનાને પણ પ્રોત્સાહન આપવા પર જોર આપ્યું. સેલ્ફ-રેગ્યુલેટરી સંસ્થા હોય છે જે પોતાના સભ્ય એકમો માટે ઇન્ડસ્ટ્રીના આધારે નિયમ તથા માપદંડ તૈયાર કરે છે. આ સાથે જ સંસ્થા ગ્રાહકોના હિતની રક્ષા પણ કરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.