જેતપુરમાં હોળીના દિવસે મોટાભાઈએ નાનાભાઈની હત્યા કરી છે. મોટાભાઈ સિકંદરે ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતરનો નાનાભાઈ હારુનની છાતીના ભાગે ઘા માર્યો હતો.
બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ જેમાં ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતર મોટાભાઈના હાથમાં આવી ગઈ અને બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં મોટાભાઈ સિકંદરથી નાનાભાઈ હારુનની છાતીના ભાગે એક ઘા લાગી જતા હારુનની છાતીના ભાગેથી લોહીનો ફૂવારો થયો હતો અને જોત જોતામાં તેનું મોત થઈ ગયુ હતુ.
થોડો સમય રહી ફરી અહીં પરત આવી ગયો હતો. નશા તેમજ મારામારીના આદિ આ બંને ભાઈઓ વચ્ચે ફરી નાની તકરાર થતી રહેતી જેથી તેઓના પિતા બંનેથી કંટાળી ગયા હતાં અને પોલીસને પુત્રોને પકડવા માટે સામેથી ફોન પણ કરતા અને પોલીસે પણ બંને ભાઈઓ ઉપર મારામારી, પ્રોહીબિશનના અનેક ગુન્હાઓ નોંધ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.