બિહારની રાજધાની પટનાનાં બાઈપાસ થાણા વિસ્તારનાં રાનીપુર પૈજાવામાં રવિવારનાં સમાજવાદી પાર્ટીનાં પ્રદેશ મહાસચિવ દેવેન્દ્ર સિંહ યાદવનાં નાના દીકરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતક યુવાનની ઓળખ રવિ તરીકે થઈ છે. રવિની હત્યાથી તેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. ઘટના બાદ સ્થાનિક લોકો આક્રોશિત છે. તેમણે રસ્તો જામ કરીને આગચાંપી અને પથ્થરો ફેંક્યા હતા.
સપા નેતાનાં દીકરાની હત્યાથી આખો વિસ્તાર અશાંત થઈ ગયો છે. સ્થાનિક લોકોએ રવિનાં દેહને રસ્તા પર રાખીને રસ્તો જામ કરી દીધો છે. ગુસ્સે ભરાયલા લોકોએ બાઇકોમાં આગ લગાવી દીધી હતી. સાથે જ તેમણે રસ્તાથી પસાર થઇ રહેલા લોકોનાં વાહનોને પણ નુકસાન પહોંચાડ્યુંય આ કારણે રસ્તા પર અફરાતફરી મચી ગઈ. રસ્તા પર લાંબો જામ લાગી ગયો. સૂચના મળવા પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો લોકોએ પોલીસ પર પણ પથ્થર ફેંક્યા.
ત્યારબાદ સ્થિતિને નિયંત્રિત કરવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે હવામાં ફાયરિંગ કરતા લાકડીઓ પણ ચલાવી. પોલીસની કાર્યવાહીમાં બે લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. એક ઘાયલ વ્યક્તિનું કહેવું છે કે, “અમે લોકો ઉભા થયા, પોલીસ આવી અને હવામાં ફાયરિંગ કરવા લાગી. અમે લોકો પોલીસેન અપરાધીઓને પકડવાની માંગ કરી રહ્યા હતા.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.