વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વિશ્વના તાકાતવર નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમસ્તે કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે, તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે, આ ઉપરાંત બે દિવસ પહેલા જ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં અને સ્ટેડિયમના ગેટ ઉપર પોલીસને ખડકી દેવામાં આવી છે ત્યારે તંત્ર દ્વારા એક ખાસ પાસ બનાવવામાં આવ્યો છે.
આ પાસ હોય તેવા લોકોને જ સ્ટેડિયમની અંદર એન્ટ્રી મળે છે પરંતુ આજે દિલ્હી પોલીસ ગેટ ઉપર એન્ટ્રી કરવા આવી ત્યારે તેઓને એન્ટ્રી આપવામાં ન આવી કારણ હતું કે તેમની પાસે પાસ ન હતો જેના કારણે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના અધિકારીઓ સામસામે આવી ગયા હતા. આખરે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વચ્ચે દલીલ કરતા મામલો થાળે પડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે જ્યારે દિલ્હી પોલીસ ગેટ નંબર 3માંથી અંદર પ્રવેશ કરી રહી હતી, ત્યારે તેમની પાસે તંત્ર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ પાસ ન હતા, પરંતુ તેઓ પ્રવેશ કરે ત્યારે ગુજરાત પોલીસે તેમને રોક્યા હતા અને પાસ માંગ્યા હતા, પણ પાસ ન હોવાને કારણે તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેથી દિલ્હી પોલીસ ઉશ્કેરાઇ ગઇ હતી અને સામસામે આવી ગયા હતા પરંતુ ગેટ નંબર 3 પર રહેલ ઉચ્ચ અધિકારીએ વચ્ચે આવતા મામલો શાંત પાડયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.