બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનાર ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાતના 2000 જેટલા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના ઉદ્યોગ કમિશ્નર અને ઇન્ડેક્સ-બી તરફથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહીત વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ અને ઓદ્યોગિક એસોસિએશન્સને કહેવામાં આવ્યું હતું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી અંદાજીત 550થી વધુ બિઝનેસમેનોએ આ કાર્યક્રમમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી છે. તેવી જ રીતે સુરત ચેમ્બરે 600 અને વડોદરા ચેમ્બરે 600 લોકોના નામ નોંધાવ્યા છે. રાજકોટમાંથી લગભગ 100 જેટલા ઉદ્યોગપતિઓ ટ્રંપને આવકારવાના કાર્યક્રમમાં ભાગ લેશે.
વડોદરાના ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના જણાવ્યા પ્રમાણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ ઉદ્યોગકારોને 24 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યા સુધીમાં અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ પર પહોચવાનું કહેવામાં આવ્યું છે. અહીંથી મોટેરા સ્ટેડીયમ સુધી જવા માટે સરકાર તરફથી અન્ય વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉદ્યોગ કમિશ્નર દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઈચ્છુક લોકોની યાદી આપવા કહેવામાં આવ્યું હતું. અમારા તરફથી અમે 950 લોકોના નામ મોકલાવ્યા હતા જેમાંથી 600 લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવાની મંજુરી મળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.