ભાવનગરમાં શાળાએ જતા માતા અને દિકરા – દિકરી કોઝવેનાં પાણીમાં તણાયા..

રાજયાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાથ નમઁદા નાં દેડીયાપાડામાં નોંધ્યો છે. ગુજરાતમાં ભારે વરસાદને લઇને ભાવનગર માં પાણીમાં તણાયા ની ધટના બની છે.

ભાવનગરનાં પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી રોડ પર માતા, પુત્રી અને પુત્ર સહિત ત્રણેય પાણીમાં તણાયા છે. સવારે માતા એકટિવા લઈને દીકરા અને દીકરીને શાળાછ મૂકવા જતાં હતાં. ત્યારે રસ્તા પર આવેલાં કોઝવે પરથી પસાર થતી વખતે ત્રણેય એકટિવા સાથે પાણીનાં પ્રવાહમાં તણાયા હતાં. આ ધટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો.

https://www.youtube.com/watch?v=S9fqXntaPgo&t=15s

નગરપાલિકા ની ફાયર ટીમ દ્નારા બંનેની શોધખોળ હાથ ધરાઈ છે. ધટના સ્થળ પર લોકોનાં ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા. સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.