રાજકોટમાં લગ્નમાં હાજરી આપવા જતા સાસુ અને જમાઈનું રોડ અકસ્માતમાં મોત..

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં અને મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે અને આ ક્રમમાં રાજકોટ હાઇવે પરથી માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. લગ્નમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો. આ ઘટનામાં સાસુ અને જમાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જામનગરનો પરિવાર મોડી રાત્રે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં કારમાં જઈ રહ્યો હતો. ત્યારે કાર ચાલતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે કાર ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાતા કાર પલટી ગઈ હતી અને કારમાં સવાર પાંચ પૈકી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને જેમને સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે, જ્યાં એક બાળકનું મોત નિપજ્યું છે.

આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં સાસુ, જમાઈ અને એક બાળકનો સમાવેશ થાય છે. જ્યારે એક બાળક અને એક વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યારે મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.