જબરુ કહેવાય. એરપોર્ટ પર માતાએ દીકરાનો રિપોર્ટ પોઝિટિવ માંથી નેગેટિવ કરી દીધો.. અને પછી જવા નીકળી…

વિદેશ જવા માટે ગમે તે હદે લોકો જઈ શકે છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનાં કાંકરીયાનાં એક સોસાયટીમાં રહેતાં જેમાં માતા અને સાત વર્ષનાં દીકરાને લંડન જવાનું હતું. તેથી ૫ સપ્ટેમ્બરનાં રોજ દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તેના બાદ તા. ૬ બાળકનો બીજીવાર રિપોર્ટ કરાયો હતો. જે નેગેટિવ આવ્યો હતો. જેથી બાળકનો જીવ જોખમમાં મૂકીને માતા તેને લઈને ૭ તારીખે એરપોર્ટ પહોંચી હતી. પરંતુ તેની પોલી ખૂલી ગઈ હતી.એએમસીની ટીમે એરપોર્ટ પરથી ટ્રેસ કરી લીધાં હતાં.

https://www.youtube.com/watch?v=S9fqXntaPgo&t=29s

આખરે બંનેને હોમ કવોરેન્ટાઈન કરવાની ફરજ પડી હતી.બાળકનાં પ્રથમ રિપોર્ટમાં સિટી વેલ્યુ ૩૦ હતી. જે લો લેવલ કહેવાય. આવી સ્થિતિમાં જો બીજી વખત રિપોર્ટ કરવામાં આવે તો તેનું પરિણામ બદલાઈ શકે છે.

માતાનું આ પગલું વિમાનમાંના અન્ય મુસાફરો માટે તો અતિજોખમી સાબિત થઈ શકયો હોત. તેઓ એરપોર્ટ પર અનેક લોકોના સંપર્કમાં આવ્યાં હોત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.