રાજકોટમાં બે દિવસથી બાળકો સાથે માતાનું અગ્નિસ્નાન ; હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી..

આપઘાતના કિસ્સા વધી રહ્યા છે રાજકોટમાં બે બાળકો સાથે માતાએ સામૂહિક આત્મહત્યા કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલા નાકરાવાડીમાં સામૂહિક આપઘાતની ઘટના બની છે. જેમાં એક મહિલાએ બે માસૂમ પુત્ર સાથે કેરોસીન છાંટીને આપઘાત કર્યો છે.આ આપઘાત પાછળ ઘર કંકાસ કારણભૂત હોવાનું પ્રાથમિક માહિતી મળી છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટના કુવાડવા રોડનાં નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં ૨૮ વર્ષીય દયાબેન વિજયભાઈ ડેડાણીયાએ ૭ વર્ષનાં પુત્ર મોહિત અને ૪ વર્ષનાં પુત્ર ધવલ સાથે કેરોસીન છાંટીને મોતને વહાલું કર્યુ છે. આ ધટનાથી ડેડાણીયા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.

સ્થાનિક લોકોની મદદથી કુવાડવા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ આદરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં ગૃહ કલેશ ને કારણે આ પગલું ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.