શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે અને ગુરુ અને શિષ્યના ઘણી વાર્તાઓ પુરાણોમાં જોવા મળે છે. ત્યારે શિક્ષણ જગતના શર્મશાર કરતી એક ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે. સુરેન્દ્રનગરમાં એક શિક્ષક તેની પાસે અભ્યાસ કરવા માટે આવતી વિદ્યાર્થિનીને લઇને ભાગી ગયો હતો. આ મામલે વિદ્યાર્થિનીના પરિવારના સભ્યોએ દીકરીની શોધખોળ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ દોઢ મહિનાનો સમય થઇ ગયો હોવા છતાં પણ પોલીસ એક જ વાતનું રટણ કરી રહી છે કે, અમને લોકેશન મળતું નથી. તો બીજી તરફ વિદ્યાર્થિનીની માતા પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે, તેમની દીકરીને શોધી આપવામાં આવે..
માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં વિશ્વાસ નામનું એક ટ્યુશન કલાસીસ આવેલું છે અને આ ટ્યુશન ક્લાસમાં સુનીલ દાવડા નામનો એક શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યો હતો. આ શિક્ષક તેના ટ્યુશનન કલાસીસમાં આવતી એક 17 વર્ષની વિદ્યાર્થિનીને લઇને ભાગી ગયો હતો. દીકરી ટ્યુશનમાં ગયા બાદ ઘરે ન પહોંચતા માતા-પિતાએ દીકરીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે બાદ દીકરીના પરિવારના સભ્યોએ જાણવા મળ્યું કે, તેમની સગીરવયની દીકરીની શિક્ષક સુનીલ દાવડા જ ભગાડીને લઇ ગયો છે. તેથી સગીરાની માતાએ દીકરીની શોધખોળ માટે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દોઢ મહિના પહેલા બનેલી આ ઘટનામાં પોલીસ હજુ સુધી શિક્ષક અને વિદ્યાર્થિની શોધખોળ કરી શકી નથી. જયારે સગીરાની માતા પોલીસ સ્ટેશન પર દીકરી બાબતે પૂછવા માટે જાય છે ત્યારે પોલીસ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે, અમને લોકેશન મળતું નથી. તેથી સગીરાના માતા-પિતાએ પોલીસ કામગીરી ન કરતી હોવાના આક્ષેપ કર્યા છે.
વિદ્યાર્થિનીની માતાએ રડતા-રડતા જણાવ્યું હતું કે, મારી છોકરી 17 વર્ષની જ છે અને તેને શિક્ષક ઉઠાવીને ભાગી ગયો છે. હજુ સુધી કોઈ જાણ નથી કે, મારી છોકરી જીવે છે મરી ગઈ છે. હું તો બધાને પગે લાગીને કહું છું કે મહેરબાની કરીને મને મારી છોકરી હાજર કરી દો. મારે મારી છોકરી જોઈએ છે. મારી દીકરી 17 વર્ષની નાની ઉંમરની છે. મારી દીકરી વિશ્વાસ ટ્યુશન કલાસીસમાં જતી હતી ત્યાંથી તેનો શિક્ષણ તેને ભગાડીને લઇ ગયો છે. શિક્ષકનું નામ સુનીલ દાવડા છે. પોલીસ સ્ટેશનમાં જઈએ ત્યારે અમને કહેવામાં આવે છે કે લોકેશન મળતું નથી અને અમે અમારી રીતે તપાસ કરીએ છીએ. દોઢ મહિનાનો સમય થઇ ગયો પણ અમને જાણ નથી મળી કે અમારી દીકરી જીવે છે કે મરી ગઈ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.