મોટી ડીલ, મુકેશ અંબાણીના જીઓમાં ફેસબૂક કરશે 43574 કરોડનુ રોકાણ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના જીઓ પ્લેટફોર્મ અને ફેસબૂક વચ્ચે થયેલી એક મોટી ડીલમાં ફેસબૂકે જીઓના 9.99 ટકા સ્ટેક માટે જીઓમાં 43574 કરોડનુ રોકાણ કરવાનુ એલાન કર્યુ છે.

આ સાથે જ ફેસબૂક હવે જીઓમાં સૌથી મોટી શેરલોડ્ર કંપની બની ગઈ છે. આ રોકાણ બાદ હવે જિઓની માર્કેટ વેલ્યુ 4.62 લાખ કરોડ રુપિયા થઈ ગઈ છે. માઈનોરિટી ઈન્વેસ્ટમેન્ટ કેટેગરીમાં આ સૌથી મોટુ વિદેશી રોકાણ છે. બંને કંપનીઓની ભાગીદારીથી રોજગારી માટે તકો ઉભી થશે.

રિલાયન્સનુ આ ડિલ પર કહેવુ છે કે, ભારતમાં કંપનીના એક નાના સરખા હિસ્સા માટે કોઈ ટેક કંપનીએ કરેલુ સૌથી મોટુ રોકાણ છે. બીજી તરફ ફેસબૂકે કહ્યુ છે કે, આ રોકાણ ભારત પ્રત્યેના અમારા વિશ્વાસને દર્શાવે છે. ચાર વર્ષથી ઓછા સમયમાં જીઓએ 38 કરોડથી વધારે ગ્રાહકોને ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવામાં સફળતા મેળવી છે.

જીઓની સ્થાપના 2016માં થઈ હતી અને ચાર વર્ષમાં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં આ કંપની મેજર પ્લેયર તરીકે ઉભરી આવી છે. ફેસબૂકની વાત કરવામાં આવે તો ભારતમાં તેના 40 કરોડ યુઝર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.