હૈદરાબાદ બળાત્કાર અને હત્યા કેસના ચાર આરોપીઓને શુક્રવારે કથિત પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતાં. હવે આ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ની એક ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમે તપાસ શરૂ કરી દીધી છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનએચઆરસીની ટીમે મહબૂબનગરની સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં ચારેય આરોપીઓના મૃદેહના પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યા હતાં અને હાલ તે તમામ મૃતદેહો ત્યાં જ રાખવામાં આવ્યા છે. આ કેસની તપાસે પહોંચેલી એનએચઆરસીની ટીમે કહ્યું છે કે, આ મામલે હજી વધારે તપાસની જરૂર છે.
તેલંગાણાની રાજધાનીમાં વેટરનરી ડોક્ટર સાથે ગેંગરેપ અને તેની નિર્મમ હત્યાની ઘટનાના 10 દિવસ પછી પોલીસે શુક્રવારે રંગારેડ્ડી જિલ્લામાં શાદનગર પાસે એન્કાઉન્ટરમાં ચાર આરોપીઓને ઠાર કર્યા હતાં. આ મામલામાં તેલંગાના હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે એન્કાઉન્ટરના મૃતકોને શબને 9 ડિસેમ્બરના સાંજના 08:00 વાગ્યા સુધી રાજ્ય સરકાર સુરક્ષિત રાખે. આ સાથે જ હાઇકોર્ટે ચાર શબના પોસ્ટમોર્ટમની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવાનું કહ્યું છે તેમજ એન્કાઉન્ટરનો રિપોર્ટ માગ્યો છે. આ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા આરોપીઓની ઓળખ ટ્રક ડ્રાઇવર મોહમ્મદ આરિફ (26) અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ (20) તેમજ ક્લિનર જોલુ શિવા (20) અને જોલુ નવીન (20) તરીકે થઈ છે. મોટાભાગના લોકોએ આ એન્કાઉન્ટરને સમર્થન આપ્યું છે જ્યારે ઘણા લોકોએ એની સામે સવાલ પણ ઉઠાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.