કોરોનાનો વાઈરસ હવાથી નહીં પણ ડ્રોપલેટથી ફેલાય છે, સ્પર્શથી ફેલાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જ તેને રોકવાનો ઉપાય છે. જો કોઇ વાઈરસગ્રસ્ત વ્યક્તિ દરવાજાને અડકે, જમીન પર થૂંકે, છીંક ખાતા રૂમના ફર્નિચર પર છાંટા ઊડે તો તે વાઈરસ ત્યાં સ્થિર થાય છે અને ત્રણ દિવસ સુધી જીવિત રહે છે. આ દિવસોમાં જે કોઈ પણ તેને સ્પર્શ કરે તેના શરીરમાં સીધો પહોંચી જાય છે. જો એક વ્યક્તિ પાંચ દિવસમાં સરેરાશ 2.5 લોકોને રોજ મળે તો એક જ માસમાં આ ચેપ 400 લોકો સુધી પહોંચી શકે છે, સરેરાશ 1.25 લોકોને મળે તો 15 લોકોને ચેપ લાગે છે.
લાખો લોકો ચેપગ્રસ્ત થાય તેવી શક્યતા
વિશ્વભરનો અભ્યાસ કરો એટલે ત્રીજા સપ્તાહમાં ઈન્ફેક્શન અનેક ગણો થઈ જાય છે તેને કોમ્યુનિટી સ્પ્રેડ કહે છે. આપણે પણ એ સ્થિતિએ પહોંચી રહ્યા છીએ. જે રીતે ઈટાલીમાં હાલત બગડ્યા બાદ રોડ, શેરીઓ સૂમસામ બની છે તે આપણે અત્યારથી કરવું જોઈએ, એક નહીં 9 દિવસ જનતા કર્ફ્યૂ કરાશે તો જ વાઈરસ રોકી શકાશે. નહીંતર લાખો લોકો ચેપગ્રસ્ત થશે અને વિશ્વમાં સૌથી મોટી મહામારી આપણે ત્યાં થશે. કોરોનાની સારવારની વાત છે તો મલેરિયાની ક્લોરોપિન અને હાઈડ્રોક્લોરોક્વિન તેમાં સારા રિઝલ્ટ આપતી હોવાનું પ્રારંભિક રિસર્ચમાં સામે આવ્યું છે. જ્યારે એન્ટિવાઇરલ લોપીનાવીર અને રીટોનાવીર કે જે એચઆઈવીમાં વપરાય છે તે પણ કામ કરી રહી છે.એઈમ્સ દિલ્હીએ સારવાર માટે પ્રોટોકલ પણ નક્કી કર્યો છે જેમાં આ દવાઓનો સમાવેશ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.