ડુંગળીએ જનતાને રાતે પાણીએ રોવડાવી છે. હાલમાં ડુંગળીના ભાવો આસમાને છે અને સામાન્ય જનતાને પરવડે તેમ નથી. હવે સરકારે આ ભાવ બાબતે કોઈને કોઈ પગલું લેવું આવશ્યક બની ગયું છે. ત્યારે ડુંગળીના વધતા ભાવ બાબતે દિલ્હી સરકારે ગુરુવારે કેન્દ્ર સરકાર પર આરોપો નાખ્યા છે અને કહ્યું છે કે ડુંગળીનો પુરવઠો ઠીક કરો અને 60 રૂપિયે કિલો ડુંગળી 15 રૂપિયાના ભાવથી ઉપલબ્ધ કરો.
દિલ્હીના ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન ઇમરાન હુસેને કહ્યું કે એવું ન લાગવું જોઈએ કે સરકાર જરૂરી ખાદ્ય ચીજો પર નફો કમાઈ રહી છે. હુસેને આરોપ લગાવ્યો કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ એસોસિએશન (નૈફેડ)એ ડુંગળીની સપ્લાય બંધ કરી દીધી છે. નૈફેડનું એવું કહેવું છે કે દિલ્હીમાં ડુંગળી ઉપલબ્ધ કરાવવા અલવરની બજારમાંથી અને પછી ઇજિપ્તમાંથી આયાત કરેલી ડુંગળી ખરીદવી પડશે.
ડુંગળીનુ વધારે ઉત્પાદન કરતાં રાજ્ય મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ ફાટી નીકળ્યા પછી આવા શાકભાજીના ભાવમાં તડગો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યની રાજધાની ઈન્દોરના રિટેલ બજારોમાં ગુરુવારે ડુંગળીના ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા હતા. બુધવારે કેન્દ્રીય ઉપભોક્તા પ્રધાન રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વરસાદ અને પૂરના કારણે ડુંગળીના ઉત્પાદનમાં 26 ટકાનો ઘટાડો થયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે 65,૦૦૦ ટન ડુંગળીનો બફર સ્ટોક હતો જેમાં 50૦ ટકા ડુંગળી એમનેમ સડી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.