Motorola નો AI સ્માર્ટફોન લોન્ચ, દુનિયાનો પ્રથમ પેનટોન કેમેરા ફોન, જાણો કિંમત અને ફીચર્સ

મોટોરોલાએ ભારતમાં Edge 50 Pro લોન્ચ કર્યો. ફોનમાં AI કેપેબિલિટી, 144Hz રિફ્રેશ રેટ અને 125W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. વજન 186 ગ્રામ છે અને 50MP પ્રાઇમરી કેમેરા સેન્સર પણ છે.

નવી દિલ્હીઃ Motorola launches Edge 50 Pro ને ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. આ એક AI કેપિબિલિટીવાળો પ્રથમ સ્માર્ટફોન હશે. ફોનની શરૂઆતી કિંમત 31999 રૂપિયા છે. ફોન પાવરફુલ Snapdragon 7 Gen 3 ચિપસેટની સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ પ્રથમ એઆઈ સ્માર્ટફોન છે, જે દુનિયાના પ્રથમ પેટોન કેમેરાની સાથે આવે છે.

8GB રેમ અને 256GB સ્ટોરેજ- 31,999 રૂપિયા
12GB  રેમ અને 256GB સ્ટોરેજ- 35,999 રૂપિયા

 

ફોનનું વેચાણ 9 એપ્રિલ 2024થી શરૂ થશે. ફોનને ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટથી ખરીદી શકાશે. ફોનને HDFC કાર્ડ પર 2250 રૂપિયા ડિસ્કાઉન્ટ ઓફર પર ખરીદી શકાશે.

સ્પેસિફિકેશન્સ
Motorola Edge 50 Pro સ્માર્ટફોન IP68 રેટેડ આવશે. ફોન ત્રણ કલર ઓપ્શનમાં આવશે. ફોનનું વજન 186 ગ્રામ છે. ફોનમાં 6.67 ઇંચ pOLED સ્ક્રીન આપવામાં આવી છે. ફોન 1.5K રેઝોલ્યૂશન સપોર્ટ આપવામાં આવ્યો છે. તેનો રિફ્રેશ રેટ સપોર્ટ 144Hz છે. ફોન 2,000 nits પીક બ્રાઇટનેસની સાથે આવશે. તેમાં ઓપ્ટિકલ આ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સપોર્ટ આપવામાં આવ્યો છે.  Motorola Edge 50 Pro માં વર્લ્ડનો પ્રથમ એઆઈ પાવર્ડ પ્રો ગ્રેડ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં  50MP પ્રાઇમરી કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ સિવાય 13MP અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે અને 10 MP ટેલીફોટો લેન્સ

સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 3x  ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનના ફ્રંટમાં 50 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે.

બેટરી અને અપડેટ
ફોન એન્ડ્રોઇડ 14 બેસ્ડ Hello UI પર કામ કરશે. ફોન ત્રણ મેજર એન્ડ્રોઈડ ઓપરેટિંગ અપગ્રેડ આપવામાં આવ્યું છે. સાથે 4 વર્ષ સિક્યોરિટી અપડેટ આપવામાં આવ્યું છે. પાવરબેક માટે ફોનમાં 4,500 mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન 125W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. ફોન 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે. ફોનમાં USB પોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં USB 3.1 સ્ટાન્ડર્ડ ડેટા ટ્રાન્સફોર સપોર્ટ આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.