ગુજરાતના આ શહેરમાં દારૂબંધીના નિયમો હળવા કરવાની હિલચાલ

ગુજરાતમાં સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન અને અનેક હોટલોમાં રાજ્ય બહારના મહેમાનો માટે દારૂબંધીના નિયમો હળવા કર્યા બાદ હવે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં દારૂબંધીના નિયમો હળવા કરવાની હિલચાલ ચાલી રહી છે.

આ સિટીમાં રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય ફાયનાન્સિયલ કંપનીઓ મોટાપ્રમાણમાં આવી રહેલી છે ત્યારે રાજ્ય બહારના કર્મચારીઓ તેમજ મહેમાનો માટે દારૂબંધી હળવી કરવામા આવે તે અંગે વાયબ્રન્ટ સમિટ દરમ્યાન નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે દારુબંધી હળવી કરવાનો હેતું ગિફ્ટ સિટીમાં “ઇવનિંગ સોશિયલ લાઇફ” માટેનું વાતાવરણ ઉભું કરવાનો છે. ભારત અને વિદેશમાં અન્ય ફાઇનાન્સ અને ટેક્નોલોજી હબ્સમાં પ્રોફેશનલ્સ તેમનાં કામનાં કલાકો બાદ સાંજની જિંદગી માણતાં હોય છે. કેન્દ્ર સરકાર ગિફ્ટ સિટીની કલ્પના ગ્લોબલ ફિનટેક વર્લ્ડના ગેટવે તરીકે કરે છે અને દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર પણ અહીં સ્થાપવામાં આવ્યું હોવાથી.દારુબંધી હળવી કરવાનું પણ દબાણ છે.

27 સપ્ટેમ્બર, 2020ના રોજ, ગિફ્ટ મેનેજમેન્ટે ગિફ્ટ સિટીના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિસ્તારમાં દારૂના કાયદામાં છૂટછાટ આપવા માટે પ્રોહિબિશન એન્ડ એકસાઇઝના સુપ્રિટેન્ડન્ટને પત્ર લખ્યો હતો. ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 139 (1) (c), 146 (b), અને 147 હેઠળ આ છૂટછાટ અપાવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં, ગુજરાત બહારનાં લોકો ગુજરાત માં આવતાની સાથે જ દારૂની પરમિટ સરળતાથી મેળવી શકે છે. ગુજરાત સિવાયના રહેવાસીઓ માટે હોટલોમાં દારૂની પાર્ટીઓ પણ યોજી શકાય છે.ગુજરાત બહારથી આવતાં પ્રતિનિધિ મંડળો અને પરિવારો પરવાનગી સાથે દારૂ પાર્ટીનું આયોજન કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.