મધ્યપ્રદેશ / ભાજપ ધારાસભ્યની કારે બાઈક ચાલકને કચડ્યો, 3 યુવકોના મોત

ભાજપ ધારાસભ્ય રાહુલ સિંહ લોધીની પજેરો ગાડીએ બળગેવગઢ માર્ગ પર પપાવની ગામ પાસે બાઈક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી હતી. ઘટનામાં બે યુવકોનું સ્થળ પર જ અને ત્રીજા યુવકનું ઝાંસી સારવાર માટે લઈ જતી વખતે મોત થઈ ગયું હતું. આ એક્સિડન્ટથી ગુસ્સે થયેલા લોકોએ ટીકમગઢ-બળદેવગઢ માર્ગ ચાર કલાક જામ રાખ્યો હતો. તેમની ધારાસભ્ય પર એફઆઈઆર નોંધવાની માંગણી હતી. પ્રશાસને સમજાવ્યા પછી જામ ખતમ થયો હતો.

રાહુલ સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીના ભત્રીજા છે. પોલીસે ધારાસભ્ય પર કલમ 304 એ (બેદરકારીથી ગાડી ચલાવવાથી કોઈનું મોત), કલમ 279/337 અને 184 અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે. જ્યારે મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, ધારાસભ્ય પોતે જ ગાડી ચલાવી રહ્યા હતા.

ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે

ધારાસભ્યએ કહ્યું કે, આ મામલે વિરોધીઓ ગામના લોકોની મદદ લઈને મને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે ઘટના સાથે મારે કોઈ લેવા-દેવા નથી. ગ્રામીણોના જણાવ્યા પ્રમાણે ત્રણ યુવકો ટિકમગઢથી બળદેવગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે ખરગારપુર ધારાસભ્યની ગાડીએ પાછળથી બાઈકને ટક્કર મારી હતી. મૃતકના સંબંધીએ આરોપ લગાવ્યો છે કે, ગાડી ધારાસભ્ય પોતે ચલાવી રહ્યા હતા.

‘હું તો ફૂટેરમાં હતો. ક્રાયક્રમથી ફ્રી થઈને ડ્રાઈવર વિજય યાદવ પાસે મારી પજેરો બોલાવી હતી. ડ્રાઈવરે જણાવ્યું કે- પપાવની પાસે બે ઓટો અને એક બાઈક પડી હતી. ત્યાં 3 ઘાયલ લોકો પણ હતા. ભીડથી નીકળીને ડ્રાઈવર ક્રોસિંગ ક્રોસ કરીને ફૂટેર પહોંચ્યો હતો. તેણે મને ઘટનાની માહિતી આપી અને મેં પોલીસને જાણ કરી.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.