ભોપાલ : મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના વિશ્વાસુ સજ્જન સિંહ વર્માને નારાજ ધારાસભ્યોને મનાવવાની જવાબદારી સોપી છે. એટલે કે હવે સરકાર બચાવવાની જવાબદારી સજ્જન સિંહ વર્માના ખભા પર છે. નારાજ ધારાસભ્યને મનાવવા માટે તે બેંગલુરુ રવાના થઈ શકે છે. તેમની સાથે બે મંત્રીઓ પણ જાય તેવા સમાચાર છે. આ નેતા સ્પેશ્યલ પ્લેનથી જશે. મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી કોંગ્રેસની વિધાયક દળની બેઠક ખતમ થઈ ગઈ છે. આ બેઠકમાં કોંગ્રેસના 94 ધારાસભ્યો સામેલ થયા હોવાની વાત સામે આવી રહી છે. બેઠકમાં એ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા અસંતુષ્ઠ ધારાસભ્યોને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. મુખ્યમંત્રી કમલનાથે કહ્યું હતું કે અમારી પાસે બહુમત છે. ચિંતાની કોઈ વાત નથી. જે ધારાસભ્યો ગયા છે તે સંપર્કમાં છે.
કોંગ્રેસ નેતા શોભા ઓઝાએ એક બેઠક પછી કમલનાથ સરકાર પણ કોઈપણ ખતરો હોવાની વાત નકારી દીધી છે. કોંગ્રેસ નેતાએ વિધાનસભામાં બહુમત સિદ્ધ કરવાની વાત પણ કહી છે. કોંગ્રેસ નેતાનો દાવો છે કે કોંગ્રેસના જે ધારાસભ્યો અહીં હાજર નથી તે કોંગ્રેસના પક્ષમાં રહેશે. કોંગ્રેસના આ ધારાસભ્યોને અંધારામાં રાખીને લઈ જવામાં આવ્યા છે. તેમને રાજ્યસભા ચૂંટણીની વાત કહીને ત્યાં લઈ જવામાં આવ્યા છે. તે બધા ધારાસભ્યો સીએમ કમલનાથના સંપર્કમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે બેઠક પછી કહ્યું કે અમારી પાસે પુરતા પ્રમાણમાં સંખ્યા બળ છે. સરકારને કોઈ ખતરો નથી. અમારી પાસે 94 ધારાસભ્ય છે અને કોંગ્રેસની નૈતિકતાને કોઈપણ નીચે કરી શકે નહીં
.કોંગ્રેસ નેતા શોભા ઓઝાએ એક બેઠક પછી કમલનાથ સરકાર પણ કોઈપણ ખતરો હોવાની વાત નકારી દીધી છે. કોંગ્રેસ નેતાએ વિધાનસભામાં બહુમત સિદ્ધ કરવાની વાત પણ કહી છે. કોંગ્રેસ નેતાનો દાવો છે કે કોંગ્રેસના જે ધારાસભ્યો અહીં હાજર નથી તે કોંગ્રેસના પક્ષમાં રહેશે. કોંગ્રેસના આ ધારાસભ્યોને અંધારામાં રાખીને લઈ જવામાં આવ્યા છે. તેમને રાજ્યસભા ચૂંટણીની વાત કહીને ત્યાં લઈ જવામાં આવ્યા છે. તે બધા ધારાસભ્યો સીએમ કમલનાથના સંપર્કમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય લક્ષ્મણ સિંહે બેઠક પછી કહ્યું કે અમારી પાસે પુરતા પ્રમાણમાં સંખ્યા બળ છે. સરકારને કોઈ ખતરો નથી. અમારી પાસે 94 ધારાસભ્ય છે અને કોંગ્રેસની નૈતિકતાને કોઈપણ નીચે કરી શકે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.