મધ્ય પ્રદેશમાં ‘ધર્મનું રાજકારણ’ : ભાજપ તુલસીનો છોડ આપે છે, તો કોંગ્રેસ શિવલિંગ આપે છે

– સાંવેર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવવા બંને પક્ષે ધર્મને હથિયાર બનાવ્યો

મધ્ય પ્રદેશમાં કેટલીક વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજોનાર છે. હજુ સુધી આ પેટાચૂંટણીની તારીખની જાહેરાત ભલે ના થઇ હોય પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંનેએ અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. સાંવેર વિધાનસભા સીટ ઘણી મહત્વની ગણવામાં આવે છે, જેના પર પણ પેટાચૂંટણી થનાર છે. ત્યારે આ સીટ પર ચૂંટણી જિતવા માટે ભાજપ ને કોંગ્રેસ બંને પક્ષોએ ધર્મને જ હથિયાર બનાવી લીધો છે. સાવેર સીટ પરથી ભાજપના નેતા તુલસી સિલાવટ મેદાનમાં છે. ત્યારે તુલસી સિલાવટની જીત માટે ભાજપ લસીના છોડનો ઉપયોગ કરી રહ્યું છે.

સાંવેર વિધાનસભા વિસ્તારમાં ભાજપે ‘હર હર મોદી, ઘર ઘર તુલસી’ નામના અભિયાનની શરુઆત કરી છે. જેમાં ભાજપના નેતા ઘરે ઘરે જઇને તુલસીનો છોડ વહેંચી રહ્યા છે. સાથે જ સરકારની ઉપલબ્ધિ વિશેની માહિતી આપતી પત્રિકા પણ વહેંચી રહ્યા છે. જેના પર તુલસી સિલાવટનો ફોટો લાગેલો છે. તુલસીનો છોડ વહેંચીને ભાજપ એક તીરથી બે નિશાન માર્યા છે. તુલસીના છોડનું હિંદુ ધર્મમાં ઘણુ મહત્વ છે. તો ભાજપના ઉમેદવારનું નામ પણ તુલસી છે. જેથી ભાજપ આ આખી વાતને ધર્મ અને આસ્થા સાથે જોડી રહ્યું છે.

તો બીજી તરફ અત્યારે કોરોના મહામારી વચ્ચે પણ તુલસી ઘણુ મહત્વ ધરાવે છે. તુલસીના છોડનું આયુર્વેદિક મહત્વ પણ ઘણુ છે. તો સામેની તરફ કોંગ્રેસ પણ ભાજપને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે. કોંગ્રેસના નેતાઓ ઘરે ઘરે જઇને શિવલિંગ વહેંચી રહી છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે તેમણે એક લાખ શિવલિંગ વહેંચવાનો નિર્ણય કર્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.